ETV Bharat / state

World Paralysis Day : વડતાલ ખાતે રાજ્યપાલની ઉપસ્થિતિમાં 700 દિવ્યંગજનોને કૃત્રિમ હાથપગ અર્પણ કરાયા

વિશ્વ દિવ્યાંગ દિવસ(World Paralysis Day) નિમિત્તે યાત્રાધામ વડતાલ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની(Governor Acharya Devvratji Yatradham Vadtal) ઉપસ્થિતિમાં એક કદમ દિવ્યાંગ સેવા કી ઓર(ek kadam divyang seva ki or) કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 700 જેટલા દિવ્યાંગ જનોને કૃત્રિમ હાથ-પગ લગાડી આપવામાં આવ્યા હતા.

World Paralysis Day : વડતાલ ખાતે રાજ્યપાલની ઉપસ્થિતિમાં 700 દિવ્યંગજનોને કૃત્રિમ હાથપગ અર્પણ કરાયા
World Paralysis Day : વડતાલ ખાતે રાજ્યપાલની ઉપસ્થિતિમાં 700 દિવ્યંગજનોને કૃત્રિમ હાથપગ અર્પણ કરાયા
author img

By

Published : Dec 4, 2021, 1:22 PM IST

  • વિશ્વ દિવ્યાંગ દિને 700 દિવ્યાંગજનોને કૃત્રિમ હાથ પગ બેસાડી વિશ્વ વિક્રમ સર્જ્યો
  • સ્વામિનારાયણ સંપ્રદાયનો દિવ્યાંગને સર્વાંગ બનાવવાનો આ પ્રયાસ સરાહનીય છે : રાજ્યપાલ
  • સહજાનંદ સ્વામીની સમાજ સેવાને સંપ્રદાય અનુસરી રહ્યો છે : આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ

ખેડાઃ યાત્રાધામ વડતાલ ખાતે વિશ્વ દિવ્યાંગ દિને(World Paralysis Day) સ્વામિનારાયણ ગોકુલધામ નાર દ્વારા વડતાલ ધામ(Vadtal Dham by Narayan Gokuldham Nar) ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની વિશેષ ઉપસ્થિતિમાં અને આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજની ઉપસ્થિતિમાં એક કદમ દિવ્યાંગ સેવા કી ઓર કાર્યક્રમ યોજાયો હતો.

World Paralysis Day : વડતાલ ખાતે રાજ્યપાલની ઉપસ્થિતિમાં 700 દિવ્યંગજનોને કૃત્રિમ હાથપગ અર્પણ કરાયા

વિશ્વ દિવ્યાંગ દિને 700 દિવ્યાંગજનોને કૃત્રિમ હાથ પગ બેસાડી વિશ્વ વિક્રમ સર્જ્યો

વિશ્વ વિકલાંગ દિને(World Paralysis Day 2021) યોજાયેલા આ કાર્યક્રમમાં 700 જેટલા દિવ્યાંગજનોને કૃત્રિમ હાથ પગ(Artificial limbs donated) અર્પણ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યપાલ તેમજ સંતો, મહંતો અને મહાનુભાવોના હસ્તે 22 જેટલા દિવ્યાંગજનોનું ભારત દિવ્યાંગ રત્ન એવોર્ડ(Bharat Divyang Ratna Award) સન્માનપત્ર આપી સન્માન કરાયું હતું. એક કદમ દિવ્યાંગ સેવા કી ઓર કાર્યક્રમના માધ્યમ દ્વારા એક સાથે એક સ્થળેથી 700 જેટલા દિવ્યાંગજનોની સેવા માટે યોજાયેલા આ યજ્ઞકાર્યની નોંધ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ- લંડન દ્વારા લેવામાં આવી હતી.ઉપરાંત ખૂબ જ ઓછા સમયમાં એક જ સ્થળેથી 700 જેટલા દિવ્યાંગોને લાભ આપવા બદલ વર્લ્ડ ટેલેન્ટ ઓફ એકસેલન્સ યુએસએ(World Talent of Excellence USA) દ્વારા પણ નોંધ લેવામાં આવી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે "હાથ ઝાલ્યો તો લીધા ઉગારી" ગ્રંથનું વિમોચન કરવામાં આવ્યું હતું.

સ્વામિનારાયણ સંપ્રદાયનો દિવ્યાંગને સર્વાંગ બનાવવાનો આ પ્રયાસ સરાહનીય છે : રાજ્યપાલ

આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વડતાલ ધામના(Governor Acharya Devvratji Yatradham Vadtal) આંગણે યોજાયેલા દિવ્યાંગજનોના સેવા માટેના યજ્ઞકાર્યને બિરદાવતા જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ સંપ્રદાય(swaminarayan sampraday gujarati) દ્વારા સર્વ જન સુખાય સર્વજન હિતાય માટેનું કાર્ય થઈ રહ્યું છે. આ સંપ્રદાયના સંતો જળ સંરક્ષણ, ગૌમાતાની સેવા, શિક્ષણ માટે ગુરુકુળની સ્થાપના સહિતના અનેકવિધ સેવા પ્રકલ્પો દ્વારા સમાજની સેવાનું સંનિષ્ઠ કાર્ય કરી રહ્યા છે. તેમણે વિશ્વ દિવ્યાંગ દિને દિવ્યાંગજનોને દિવ્યાંગથી સર્વાંગ બનાવવા માટે યોજાયેલા એક કદમ દિવ્યાંગ સેવા કી ઓર(ek kadam divyang seva ki or) કાર્યક્રમનો ઉલ્લેખ કરી માનવતાની આનાથી બીજી કોઈ જ મોટી સેવા હોય ન શકે. આજે માનવતાના મૂલ્યોને જીવંત રાખવાનું અભિનવ કાર્ય થયું છે. આ સેવાકાર્ય દ્વારા સંતોએ સમાજ માટે બહુમૂલ્ય યોગદાન આપ્યું છે.

સહજાનંદ સ્વામીની સમાજ સેવાને સંપ્રદાય અનુસરી રહ્યો છે : આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ

આ પ્રસંગે આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે, વડતાલ ધામ દ્વારા દિવ્યાંગજનો માટે ઉચ્ચ પ્રકારની સેવા સાથે માનવ કલ્યાણનું કાર્ય થયું છે. જેના થકી દિવ્યાંગજનો સ્વમાનભેર જીવન જીવી આત્મનિર્ભર બનશે. આ ઉપરાંત સહજાનંદ સ્વામીની સમાજસેવાને આ સંપ્રદાય અનુસરી રહ્યો હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસીય ઉત્તર પ્રદેશની મુલાકાતે પહોંચ્યા

આ પણ વાંચોઃ Surat: સ્વામિનારાયણ સંપ્રદાયના સંત વલ્લભ સ્વામીએ કહ્યું, 'સાવરણો (ઝાડુ) 2022માં તો આવશે જ ગુજરાતમાં'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.