ETV Bharat / state

સુપરવાઇઝરની હપ્તાખોરી સામે રોષ, આંગણવાડી કામદારોએ આવેદનપત્ર આપ્યું - Kheda ddo

સુપરવાઇઝર દ્વારા હપ્તા માંગવામાં આવતા હોવા બાબતે મહુધા તાલુકાની આંગણવાડી બહેનો દ્વારા નડિયાદ ખાતે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. આંગણવાડી બહેનો દ્વારા સુપરવાઇઝરની બદલીની માગ કરવામાં આવી હતી.

સુપરવાઇઝરની હપ્તાખોરી સામે રોષ, આંગણવાડી કામદારોએ આવેદનપત્ર આપ્યું

author img

By

Published : Jan 5, 2021, 11:33 AM IST

  • સુપરવાઇઝર દ્વારા હપ્તા માગવામાં આવતા હોવાને લઈ આવેદનપત્ર અપાયું
  • સુપરવાઇઝરની બદલી કરવાની માગ
  • બદલી ન થાય તો ભૂખ હડતાલની ચીમકી

ખેડાઃ ખેડા જિલ્લાના મહુધા તાલુકાના સણાલી સેજામાં 11 ગામોની 38 જેટલી આંગણવાડીઓ આવેલી છે. જે દરેક આંગણવાડી બહેનો પાસેથી મહુધા મુખ્ય સેવિકા કિરણબેન પટેલ દ્વારા મહિને રૂ.2000 હપ્તાની ઉઘરાણી કરવામાં આવતી હોવાનું બહાર આવવા પામ્યું છે. મુખ્ય સેવિકા કિરણબેન પટેલ દ્વારા રૂપિયા નહી આપનારી બહેનોને નોટિસ આપી હેરાનગતિ કરવામાં આવતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

રજૂઆત છતાં કોઈ કાર્યવાહી ન કરાતા જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર

આ બાબતે 27 જેટલી આંગણવાડી બહેનો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જેમાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા યોગ્ય ન્યાય માટે બાહેધરી આપવામાં આવી હતી. પરંતુ તેમ છતાં કોઈ કાર્યવાહી ન કરાતા આજ રોજ નડિયાદ ખાતે મહુધા તાલુકાની આંગણવાડી વર્કરો દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

બદલી ન થાય તો ભૂખ હડતાલની ચીમકી

ઉઘરાણાના આક્ષેપ ઉપરાંત મુખ્ય સેવિકા કિરણબેન પટેલ દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોવાની પણ રજૂઆત કરી બદલી કરવાની માગ કરવામાં આવી હતી. જો તેમની બદલી નહી થાય તો કલેકટર કચેરી અને ગાંધીનગર ખાતે ભુખ હડતાલ કરવાની ચીમકી ઉચ્ચારાઈ હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.