- ટેક્નિકલ ક્ષતિ જણાતા હેલિકોપ્ટરનું ખેતરમાં લેન્ડિંગ
- ખેતરમાં હેલિકોપ્ટર ઉતરતા લોકોના ટોળા ઉમટ્યા
- અમદાવાદથી ટેક્નિકલ એક્સપર્ટની ટીમ રવાના
ખેડા: જિલ્લાના મહુધા તાલુકાના વીણા ગામ પાસે ઇન્ડિયન આર્મીના હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
ખેતરમાં સલામત લેન્ડિંગ કરાયું
નર્મદાના કેવડિયામાં ચાલી રહેલી કમાન્ડર્સ કોન્ફરન્સમાંથી આર્મીના અધિકારીઓ અમદાવાદ પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન સાંજના સમયે હેલિકોપ્ટરમાં ટેક્નિકલ ક્ષતિ જણાઈ હતી. જેને લઈ સમય સુચકતા વાપરી વીણા ગામ નજીક ખેતરમાં હેલિકોપ્ટરનું સલામત લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: મોસ્કો નજીક MI-8 હેલિકોપ્ટર ક્રેશ થતાં ત્રણના મોત
ખેતરમાં હેલિકોપ્ટર ઉતરતા લોકોના ટોળા ઉમટ્યા
હેલિકોપ્ટર ખેતરમાં લેન્ડ કરતા ગામલોકોના ટોળે ટોળાં એકઠા થઇ ગયા હતા. જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત મહુધા પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમજ જરૂરી વ્યવસ્થા કરી હતી. હેલિકોપ્ટરમાં સવાર ઉચ્ચ અધિકારીઓ અમદાવાદ જવા રવાના થઈ ગયા હતા.
આ પણ વાંચો: 2 મહિના બાદ દમણ-દીવ વચ્ચે હેલિકોપ્ટર સેવા શરૂ
અમદાવાદથી ટેક્નિકલ એક્સપર્ટની ટીમ રવાના
પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદથી આર્મીના ટેક્નિકલ એક્સપર્ટની ટીમ રવાના થઈ ગઈ છે. જે આવીને હેલિકોપ્ટરની ક્ષતિ દૂર કરશે. જે બાદ સવારે હેલિકોપ્ટર અમદાવાદ જવા રવાના થશે.