- નેશનલ હાઈવે નંબર 8 પરની ઘટના
- ST બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત
- બસના ડ્રાઇવરનું મોત, 8 પેસેન્જરને ઈજા
ખેડા : નડિયાદ નજીક નેશનલ હાઈવે નંબર 8 પર ST બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બસના ડ્રાઇવરનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું. જ્યારે અન્ય 8 વ્યક્તિઓને ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.
આ પણ વાંચો : Sexual Harassment Case Jamnagar: કોણ છે મુખ્ય સુત્રધાર ?, જાણો...
ST બસ મોરબીથી મંડોર જતા નડિયાદ આવી રહી હતી
નડિયાદ નજીક નેશનલ હાઈવે નંબર 8 પર ST બસ મોરબીથી મંડોર જતા નડિયાદ આવી રહી હતી. જે દરમ્યાન ડમ્પર પાછળ બસ ધડાકાભેર અથડાઈ હતી. જેથી અકસ્માત સર્જાયો હતો.
આ પણ વાંચો : pothole Problem: વલસાડ કૈલાસ રોડ ઔરંગા બ્રિજ ઉપર પડેલા ખાડાને કારણે ટેમ્પો ખોટકાયો, ટ્રાફિક જામ
તમામને સારવાર અર્થે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
અકસ્માતમાં બસના ડ્રાઇવરનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે બસના કંડક્ટર સહિત બસના કેબીન નજીક આવેલી સીટ પર બેઠેલા 8 જેટલા પ્રવાસીઓને ઈજાઓ પહોંચી હતી. જે તમામને સારવાર અર્થે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં નડિયાદ રૂરલ પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.