- ST બસમાં LCBનું સરપ્રાઈઝ ચેકિંગ
- કોથળામાં ભરી લઈ જવાતો હતો દારૂ
- બે મહિલા સાથે એક શખ્સ ઝડપાયો
ખેડા: દાહોદથી અમદાવાદ જઈ રહેલી ST બસમાં દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે, તે બાબતની ખેડા LCBને બાતમી મળી હતી. જેને આધારે, LCBએ ઠાસરા પાસે બસને રોકી તપાસ હાથ કરતા . બસમાં પ્રવાસ કરી રહેલી બે મહિલા અને એક પુરૂષ પાસે રહેલા કોથળાઓમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂ તેમજ બિયરનો જથ્થો મળી આવ્યો હતો. આમ, પોલિસે પોલીસે 1,75,700ની કિંમતના 1657 નંગ વિદેશી દારૂની બોટલો ઝડપી પાડી હતી.
આ પણ વાંચો: ધંધુકા પોલીસે આઇસરમાંથી વિદેશી દારુનો જથ્થો પક્ડાયો
પોલિસે કુલ 1,83,700નો મુદ્દામાલ કબજે કર્યો
આ સાથે, વિદેશી દારૂના ક્વાર્ટર તેમજ 11,000ની કિંમતના 110 નંગ બિયર તથા બે મોબાઈલ ફોન અને રોકડ મળી કુલ 1,83,700નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલિસે અલ્કેશ ઉર્ફે અકો માવસિંગ સંગાડા, રાધિકા કલેશ સંગાડા અને રેતુ મનીષ નીનામાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી ધરી છે.
આ પણ વાંચો: ખેડામાં દારૂના મામલે સરપંચના પતિની ધરપકડ