- ઓએનજીસીની પાઈપલઈનમાં પંચર કરી ઓઈલ ચોરી કરવાનું કૌભાંડ
- અમદાવાદ એટીએસ દ્વારા ખોદકામ સહિતની કાર્યવાહી હાથ ધરાઈ
- લાંબા સમયથી ઓઈલ ચોરી કૌભાંડ ચાલતું હતું
ખેડા : અમદાવાદ એટીએસને બાતમી મળી હતી કે, ખેડાના વડાલા ગામમાં ONGCની પાઈપલાઈનમાં પંચર કરી ઓઈલ ચોરી કરવાનું કૌભાંડ ચાલી રહ્યું છે.જેને લઇ ડીવાયએસપી સહિતની ટીમે વડાલા પહોંચી પાઇપ લાઇનમાં પંચર કરી અન્ય સ્થળે લાઈન લઈ જવામાં આવી હોવાનું જણાતા પોલીસ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી.જેમાં જેસીબીથી ખોદતા 200 મીટર સુધી પાઈપ લાઈન મળી છે.જે મોડી સાંજ સુધી ચાલેલી કામગીરી હજી ચાલુ છે.
લાંબા સમયથી ઓઈલ ચોરી કૌભાંડ ચાલતું
એટીએસની પ્રાથમિક વિગતો મુજબ લાંબા સમયથી ઓઈલ ચોરીનું કૌભાંડ ચાલી રહ્યું હોવાનું બહાર આવ્યું છે.જે ખેતરમાંથી આ લાઇન પસાર કરવામાં આવી છે તે ખેતરના માલિકને વર્ષે ભાડુ ચૂકવવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે.જે ભાડા કરાર કરનારની તપાસ હાથ ધરવામાં આવી છે.પોલીસ દ્વારા સમગ્ર કૌભાંડ મામલે વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવી છે.