ETV Bharat / state

ખેડાના વડતાલધામમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના સ્વાસ્થ્ય માટે યજ્ઞ યોજાયો - ગુજરાત

ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ સ્વામીનારાયણ મંદિર ખાતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમજ ખેડા જિલ્લા કલેક્ટર આઈ.કે.પટેલ તથા જિલ્લા વિકાસ અધિકારી અને જનતાના સ્વાસ્થ્ય લાભાર્થે સર્વમંગલ યજ્ઞ યોજાયો હતો. સંપ્રદાયમાં આ યજ્ઞ ચમત્કારીક ફળ આપનારા માનવામાં આવે છે.

Kheda
Kheda
author img

By

Published : Feb 19, 2021, 10:59 PM IST

  • સ્વાસ્થ્ય લાભાર્થે સર્વમંગલ યજ્ઞ યોજાયો
  • મુખ્યપ્રધાન જલદી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના
  • સંતો સહિત ભાજપ અગ્રણીઓ રહ્યાં ઉપસ્થિત

ખેડા: ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી કોરોના સંક્રમિત થયા છે. જેઓ જલ્દીથી સ્વસ્થ થાય તે માટે સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં ચેતનભાઈ રામાણીના માર્ગદર્શન પ્રમાણે ધૂન, ભજન, યજ્ઞ યોજવામાં આવી રહ્યા છે. વડતાલ મંદિરમાં મહાપૂજા,અખંડ સ્વામિનારાયણ મહામંત્ર ધૂન તથા સર્વમંગલ યજ્ઞ કરીને મુખ્યપ્રધાન તત્કાળ સ્વસ્થ થઈને રાજ્યની સેવામાં જોડાય એવી પ્રાર્થના કરવામાં આવી હતી.

વડતાલધામ
મુખ્યપ્રધાન વિજય રૂપાણીના સ્વાસ્થ્ય માટે યજ્ઞ યોજાયો

વડતાલમાં બિરાજતા શ્રીહરિકૃષ્ણ મહારાજ સમક્ષ પ્રાર્થના કરી

આ પ્રસંગે વડતાલ મંદિરના ચેરમેન દેવપ્રકાશદાસજી સ્વામી, ડૉ. સંત સ્વામી, વલ્લભ સ્વામી વગેરે વરિષ્ઠ સંતોએ ઊપસ્થિત રહીને પ્રાર્થના કરી હતી. મુખ્યપ્રધાન માટે સ્વાસ્થ્યલાભની પ્રાર્થનામાં ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અર્જુનસિંહ ચૌહાણ, ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણ, નડિયાદ ધારાસભ્ય પંકજભાઇ દેસાઇ, આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઇ પટેલ, માજી પ્રમુખ મહેશભાઇ પટેલ તથા ભાજપ અગ્રણીઓ પણ જોડાયા હતા. જેમણે વડતાલમાં બિરાજતા શ્રી હરિકૃષ્ણ મહારાજ સમક્ષ પ્રાર્થના કરી હતી. સંતોએ આશીર્વાદ સાથે જાગૃતિ રાખીને કોરોના સામે લડવાની જનતાને ભલામણ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.