ખેડા: ખેડા જિલ્લાના માતર નજીક નડિયાદ-અમદાવાદ હાઈવે પર ઓડી કારે બાઇકને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. કારની ભયંકર ટક્કરે બાઈક દૂર ફંગોળાઈ ગયું હતું. જેને લઈ બાઈક પર સવાર એક મહિલાનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યુ હતું. જ્યારે બાઈકચાલક પુરૂષને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
ઘટનાની જાણ કરાતાં 108 દ્વારા ઈજાગ્રસ્ત બાઈકસવારને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલિસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી અકસ્માત અંગે કાર્યવાહી હાથ ધરી હતી.