ખેડાઃ જિલ્લામાં લોકડાઉનને પગલે 352 જેટલા ઔદ્યોગિક એકમો-ફેક્ટ્રરીઓ બંધ રહ્યા હતા. જેના 20 હજાર જેટલા શ્રમિકોને રૂપિયા 28 કરોડનું મહેનતાણું ચુકવવામાં આવ્યું હતું. લોકડાઉનના અમલીકરણમાં ઔદ્યોગિક એકમો બંધ થતા જિલ્લામાં અંદાજે 352 જેટલા એકમો/ ફેક્ટ્રરીઓને સૂચનાઓ મળતા બંધ એકમો-ફેક્ટ્રરીના શ્રમિકોને એકમ બંધ હોવા છતા તેમને તેમનું મહેનતાણું ચૂકવવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.
![ખેડામાં 20 હજાર શ્રમિકોને 28 કરોડનું મહેનતાણું ચુકવાયું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gh-khd-02-mahentanu-photo-story-7203754_23042020161808_2304f_1587638888_163.jpeg)
આમ, જિલ્લા ખેડા જિલ્લાના 352 જેટલા એકમો-ફેક્ટ્રરીના 20,000 જેટલા શ્રમીકોને રૂપિયા 28 કરોડ જેટલી માતબર રકમનું ચૂંકવણું કરવામાં આવ્યું હતુ. ખેડા જિલ્લાના શ્રમ અધિકારીની માહિતીના આધારે નિવાસી અધિક કલેક્ટર રમેશ મેરજાએ જણાવ્યું હતું.