નડિયાદ: શહેરની લો કોલેજ દ્વારા યોજાયેલ સેમિનારને સંબોધતા ડૉ.રાજુલબેન દેસાઈએ જણાવ્યું હતું કે, આપણી ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓને મન સન્માન આપવામાં આવે છે.ત્યારે મહિલાઓએ પણ પોતાના હક્કો અને કાયદાઓથી પરિચિત થવું જોઈએ.આપણે આપણું વાણી-વર્તન સમાજને,આપણા કુટુંબને ખાસ કરીને આપણા વ્યક્તિત્વને શોભે તેવું કેળવવું જોઈએ,
તેઓએ કુટુંબોમાં થતી મહિલાઓની હેરાનગતિ ઉપર ભાર મૂકી આ દુષણને નાથવા કાયદાના વિદ્યાર્થીઓને હાકલ કરી હતી.બાળકીઓને નાનપણથી જ ગુડ ટચ અને બેડ ટચનું જ્ઞાન આપવા સમાજને અપીલ કરી હતી. તેઓએ વાયોલેન્ટ એક્ટ, મહિલાઓની સુરક્ષા,ડોમેસ્ટિક વાયોલન્સ,બેટી બચાવો- બેટી પઢાવો,મહિલાઓમાં સર્વાઈકલ અને બ્રેસ્ટ કેન્સરની મફત સારવાર અંગેનો પ્રચાર-પ્રસાર,સાયબર સિક્યુરિટી જેવા અનેક મહિલાઓને લગતા પ્રશ્નોની તલસ્પર્શી માહિતી આપી હતી.ડૉ.રાજુલબેને મહિલાઓ પ્રત્યે હજુ વધુ સંવેદનશીલ રહી કામગીરી કરવા ઉપર ભાર મુક્યો હતો તેમજ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
સેમિનારમાં લો કોલેજના પ્રાધ્યાપકો,વિદ્યાર્થીઓ, શહેરના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ડો.રાજુલબેને નડિયાદ સિવિલ હોસ્પિટલ સ્થિત સખી વન સ્ટોપ સેન્ટરની પણ મુલાકાત લીધી હતી અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.