ખેડાઃ જિલ્લા કલેક્ટર આઈ.કે.પટેલે જણાવ્યું કે, રાત્રિ સભાના નવતર અભિગમથી ગ્રામકક્ષાએ મળતી સરકારી કર્મીઓની સેવાઓની જાણકારી મેળવવી વિવિધ સરકારી યોજનાઓની ગ્રામજનોને માહિતી આપવા સાથે સરકારી યોજનાઓના અસરકારક અમલીકરણ, લોકોના સામુહિક અને વ્યક્તિગત પ્રશ્નો સાંભળવામાં આવે છે. જેથી તેનો યોગ્ય ઉકેલ લાવી શકાય.
કલેક્ટરે ગ્રામજનોને કેન્દ્ર/રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભો લેવા અનુરોધ કર્યો હતો. આ રાત્રિ સભામાં આરોગ્ય વિભાગ, ગ્રામ વિકાસ વિભાગ, પંચાયત વિભાગ, પશુપાલન વિભાગના અધિકારીઓએ વિવિધ યોજનાકીય જાણકારી આપી હતી.
આ અવસરે અધિકારીઓ, કર્મચારીઓ અને મહિલાઓ સહિત વિશાળ સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.