ETV Bharat / state

ખેડાઃ સેવાલિયા પાસેથી દારૂનું કેન્ટેઈનર ઝડપાયું - ખેડા પોલીસ

ખેડા જિલ્લાના સેવાલિયા પોલીસ દ્વારા અમદાવાદ-ઈન્દોર હાઈવે પરથી ઈંગ્લિશ દારૂ ભરેલું કન્ટેઈનર ઝડપી પાડવામાં આવ્યું છે. આ સાથે પોલીસે 40 લાખના મુદ્દામાલ સાથે એક ઈસમની ધરપકડ કરી છે.

ETV BHARAT
સેવાલિયા પાસેથી દારૂનું કેન્ટેઈનર ઝડપાયું
author img

By

Published : Dec 4, 2020, 5:41 PM IST

  • પોલીસ દ્વારા ઈંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો
  • ઈંગ્લિશ દારૂ તેમજ કન્ટેઈનર સહિત 40 લાખનો મુદ્દામાલ જપ્ત
  • ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી
    સેવાલિયા પાસેથી દારૂનું કેન્ટેઈનર ઝડપાયું

ખેડાઃ જિલ્લાના સેવાલિયા પાસે અમદાવાદ-ઈન્દોર હાઈવે પર નવી ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન એક કન્ટેઈનર આવતા તેમાં તપાસ કરતા ઈંગ્લિશ દારૂની પેટીઓનો મોટો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે આ કન્ટેઈનરમાંથી ઈંગ્લિશ દારૂની 500 પેટીઓનો જથ્થો તેમજ કન્ટેઈનર સહિતનો 40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે જ પોલીસે કન્ટેઈનરના ડ્રાઈવરની પણ ધરપકડ કરી છે.

રાજસ્થાનથી લાવવામાં આવી રહ્યો હતો દારૂ

આ દારૂ રાજસ્થાનથી આવ્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. જેથી પોલીસે કન્ટેઈનરના ડ્રાઈવરની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.