નડિયાદઃ યોગીરાજ અવધૂત સંતરામ મહારાજના 189માં સમાધિ મહોત્સવની સુપ્રસિદ્ધ સંતરામ મંદિર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવશે. સંતરામ મંદિરમાં પૂજ્ય રામદાસજી મહારાજ દ્વારા બેઠકમાં કાર્યક્રમની રૂપરેખા આપવામાં આવી હતી.
કાર્યક્રમ અંગેની છણાવટ કરવામાં આવી હતી. કરમસદ સંતરામ મંદિરના મોરારીદાસજી મહારાજએ સમાધિ મહોત્સવ નિમિત્તે આયોજીત વિવિધ કાર્યક્રમો અંગે વિસ્તૃત માહિતી આપી હતી. નડિયાદ સંતરામ મંદિર ખાતે સમાધિ મહોત્સવ પ્રસંગે મહંત રામદાસજી મહારાજની નિશ્રામાં રાજેન્દ્રદાસ દેવાચાર્યજી મહારાજ દ્વારા શ્રીમદ ભાગવત (ભક્ત ચરિત) શ્રી કૃષ્ણલીલા, શ્રીરામચરિત માનસ નવાન્હ પારાયણ તથા અન્ય વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. મંદિર દ્વારા સૌ ભાવિકોને કાર્યક્રમનો લાભ લેવા તેમજ સેવા યજ્ઞમાં જોડાવા અપીલ કરવામાં આવી હતી.