- સલુણ ગામ પાસે પેટ્રોલપંપની ઓફીસમાં લાગી આગ
- નડીયાદ ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવાયો
- શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન
ખેડા: નડિયાદ નજીક ડાકોર નડીયાદ રોડ પર સલુણ ગામ પાસે આવેલા એસ્સાર પેટ્રોલપંપની ઓફિસમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગવાની ઘટનાને પગલે દોડધામ મચી જવા પામી હતી. મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા.
નડિયાદ ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવાયો
આગની ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા નડીયાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફાયરબ્રિગેડ દ્વારા એક કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આગ પર કાબૂ મેળવાતા હાશકારો અનુભવાયો હતો અને મોટી જાનહાનિ થતા ટળી હતી.
શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન
અચાનક આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરંતુ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. સદનસીબે આગ લાગવાની આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી. ઓફીસમાં રહેલા માલ સામાન બળીને ખાખ થઈ જવા પામ્યો હતો.