ETV Bharat / state

દાંડીયાત્રાઃ ખેડાના મહેમદાવાદ પોલીસ મથકના કોન્સ્ટેબલે દુહા-છંદની રમઝટ બોલાવી - Nayaka Village

દાંડીયાત્રાએ ખેડા જિલ્લામાં પ્રવેશ કર્યો તે સમયે પોલિસ બંદોબસ્ત ફાળવાયો હતો. જેમાં નાયકા ગામ પાસે વિરામના સમયે મહેમદાવાદ પોલિસ સ્ટેશનના કોન્સ્ટેબલ રણજીત ગઢવી દ્વારા દુહા છંદની રમઝટ બોલાવી હતી. જે વીડિયો હાલ સોશિયલ મીડીયામાં વાયરલ થયો છે.

ખેડાના મહેમદાવાદ પોલીસ મથકના કોન્સ્ટેબલે દુહા-છંદની રમઝટ બોલાવી

author img

By

Published : Mar 23, 2021, 3:12 PM IST

  • દાંડીયાત્રાએ ખેડા જિલ્લામાં પ્રવેશ કર્યો
  • કોન્સ્ટેબલનો દુહા છંદ લલકારતો વીડિયો વાયરલ
  • પોલીસ કર્મચારીનો જોવા મળ્યો અનોખો અંદાજ

ખેડાઃ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત દાંડીયાત્રા યોજાઈ રહી છે. કેન્દ્રીય પ્રધાનની આગેવાનીમાં દાડીયાત્રાએ ખેડા જિલ્લામાં પ્રવેશ કર્યો છે. જ્યા દાંડીયાત્રીકોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. દાંડીયાત્રામાં ચુસ્ત પોલિસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ત્યારે દાંડીયાત્રામાં બપોરના વિરામના સમયે બંદોબસ્તમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ રણજીત ગઢવીએ દુહા-છંદની રમઝટ બોલાવી હતી. જેને સૌએ વધાવી હતી અને તેમના આ પ્રયાસથી સાથી કર્મચારીઓએ હળવાશ અનુભવી હતી.

વાતાવરણ હળવું બનાવવાનો મારો પ્રયાસ હતો: કોન્સ્ટેબલ

આ અંગે રણજીત ગઢવીએ ETV BHARAT સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે, ગરમીમાં બંદોબસ્તની ફરજ બજાવી અમે સૌ થાક અનુભવતા હતા. દરમિયાન બપોરે વિરામના સમયે બેઠા હતા. ત્યારે વાતાવરણ હળવું બનાવવા દુહા છંદ લલકાર્યા હતા. જેનાથી સૌ સાથીઓ ખુશ થયા હતા અને મારા પ્રયાસને તાળીઓથી વધાવ્યો હતો. વાતાવરણ હળવું બનાવવાનો મારો પ્રયાસ સફળ થયો હતો.

આ પણ વાંચોઃ અમદાવાદથી દાંડી યાત્રા શરૂ, 81 લોકો જોડાયા

વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ

પોલીસ કર્મચારીનો દુહા છંદ લલકારતો આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારે તેમાં કળા રસિક પોલીસ કર્મચારીનો અનોખો અંદાજ જોવા મળી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.