ETV Bharat / state

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખેડાના બાળકનું દૂરબીન દ્વારા સફળ ઓપરેશન કરાયું

ખેડા જિલ્લામાં ઝારોલ ગામના એક બાળકને લોહીનું ટ્યૂમર મગજ સુધી પહોંચતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દૂરબીન દ્વારા સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું હતુ.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખેડાના એક બાળકનું દૂરબીન દ્વારા સફળ ઓપરેશન કરાયું

author img

By

Published : Jul 23, 2020, 6:51 PM IST

ખેડા: જિલ્લાના ઝારોલ ગામનો 14 વર્ષીય સતીષ છેલ્લા પાંચ મહિનાથી અસહ્ય પીડામાંથી પસાર થઇ રહ્યો હતો. સ્કુલમાં ભણવા જાય કે ક્યાંક રમવા જાય ગમે ત્યારે ઓચિંતા નાક વાટે સતત રક્તસ્ત્રાવ વહેવા લાગે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખેડાના એક બાળકનું દૂરબીન દ્વારા સફળ ઓપરેશન કરાયું
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખેડાના એક બાળકનું દૂરબીન દ્વારા સફળ ઓપરેશન કરાયું

આ તકલીફને લઇ સમગ્ર પરિવાર ચિંતામય હતો. ખેડા જિલ્લાની વિવિધ હોસ્પિટલમાં તપાસ કરાવી પરંતુ નિદાન થઇ શક્યુ નહીં. ખેડાના તબીબોએ આણંદની સુવિખ્યાત ખાનગી હોસ્પિટલમાં મોકલ્યા પરંતુ ત્યાં વિવિધ રિપોર્ટ કરાવ્યા બાદ ઓપરેશન જટીલ અને જોખમી જણાતા તબીબોએ અમદાવાદ સિવિલનો સારવાર અર્થે માર્ગ ચિંધ્યો હતો.

અમદાવાદ- સતિષના પિતા 9 જુલાઇએ અમદાવાદ સિવિલમાં સારવાર અર્થે આવી પહોંચ્યા હતા, અહીંના તબીબોએ પ્રાથમિક તપાસ કરતા ઝારોલહોવાનું જણાઇ આવ્યું હતું. ત્યારબાદ અન્ય રિપોર્ટ કરતા આ ટયુમર છેક મગજ સુધી પહોંચી ગયું હોવાનું માલુમ પડ્યુ. જેથી ખરેખર આ બિમારીનું નિદાન કરવું જટિલ અને જોખમી બની રહ્યું હતું.

સામાન્ય રીતે આ પ્રકારના ઓપરેશનમાં ચહેરા પર કાપ મૂકીને એટલે કે એક ભાગ કાપીને શસ્ત્રક્રિયા કરી આવા પ્રકારની જટિલ ગાંઠ કાઢવામાં આવતી હોય છે. પરંતુ આવા ઓપરેશન બાદ બાળકના ચહેરાને પૂર્વવત કરવું ઘણું મુશકેલ બની રહે છે. સિવિલ હોસ્પિટલની અત્યાધુનિક મશીનરી અને તબીબી નિષ્ણાંતોની કુશળતાના કારણે સતીષનું આવું જટીલ ઓપરેશન કોઇપણ વાઢ કાપ કર્યા વગર દૂરબીન દ્વારા જ સફળતાપૂર્વક ઓપરેશન કરી શકાયુ છે.

અમદાવાદ સિવિલના ઇ.એન.ટી. વિભાગના ડૉ. કલ્પેશ પટેલ કહે છે કે સતીષના નાક મારફત મગજ સુધી પહોંચેલી ગાંઠને મેડિકલ ભાષામાં એન્જીયોફાઇબ્રોમાં કહેવામાં આવે છે. આ પ્રકારના ટ્યુમરના કારણે વખત જતા રક્તસ્ત્રાવ સતત વધવા લાગે છે. જેનું સમયસર નિદાન કરવામાં ન આવે તો વ્યક્તિના શરીરમાં લોહીની ઉણપ સર્જાઇ શકે છે. તેની સાથે આંખ, મગજ અને ચહેરામાં પણ વિવિધ તકલીફો સર્જાતા વ્યક્તિનું મૃત્યુ નિપજવાની પણ શક્યતાઓ રહેલી છે.

આ પ્રકારના જટિલ અને જોખમી ઓપરેશનમાં જરાય ગફલત થઇ જાય તો જીવ જોખમમાં મુકાવવાની શક્યતાઓ રહેલી હોય છે, જે કારણોસર અમે પુરતી સતર્કતા સાથે સૌપ્રથમ બાળકની યુ.એન. મહેતા ઇન્સ્ટીટ્યુટમાં એન્જીયોગ્રાફી કરાવી હતી.

તેની સાથે વિવિધ રિપોર્ટ કરાવ્યા બાદ કંઇ નળીમાંથી લોહીનું વહન મહત્તમ થઇ રહ્યુ છે. તે જાણવા મળ્યુ. જેને બ્લોક કરીને ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ. સિવિલ હોસ્પિટલના ન્યુરોસર્જન વિભાગના ડૉ.જયમિન શાહ, એન્સ્થેસિયા વિભાગના ડૉ સ્મિતાબેન એન્જિનિયર અને અમારા ઇ.એન.ટી. વિભાગના ડૉ. દિપેશ, ડૉ. ચિન્મઇ, ડૉ. પૂર્ણિમા સહિતની ટીમના સહિયારા પ્રયાસોથી અત્યાધુનિક મશીનરો દ્વારા કોઇપણ જાતના ચહેરા ઉપર વાઢ કાપ વિના નાકના છીદ્રોમાંથી દૂરબીન દ્વારા સફળતાપૂર્વક આપરેશન કરી શકાયુ. ઓપરેશન કર્યા બાદ 8*8 સે.મી.ની ગાંઠ બહાર આવી હતી. જેનાથી આ ઓપરેશનની જટીલતા સમજી શકાય તેવું ડૉ. પટેલ ઉમેરે છે.

ડૉ. પટેલ કહે છે કે મારા 20 વર્ષના તબીબી કાર્યકાળમાં બાળકમાં આ પ્રકારનું જટીલ ઓપરેશન પ્રથમ વખત કર્યુ છે. સામાન્ય રીતે નાકમાં ટયુમર હોય તેવા ઘણાં ઓપરેશન અમે કરતા હોઇએ છીએ પરંતુ નાક વાટે મગજ સુધી પહોંચેલા ટ્યુમરનું નિદાન ભારે જહેમત બાદ શક્ય બન્યુ છે. સતત ચાર કલાક ચાલેલા ઓપરેશન બાદ સફળતાપૂર્વક ટ્યુમર દૂર કરવામાં આવ્યું હતુ. જેથી સતિષે દર્દ સામે ફતેહ હાંસલ કરી છે. હવે તે સાજો થઇને સ્વગૃહે પરત ફરશે. આ પીડામાંથી મુક્તિ મેળવ્યા બાદ તે સહર્ષ પોતાનું જીવન સામાન્ય રીતે જીવી શકશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.