ખેડાઃ જિલ્લામાં દરરોજ નવા કેસ સામે આવતા જિલ્લામાં કોરોનાનું જોખમ વધ્યું છે. બુધવારે જિલ્લામાં કોરોનાના 5 નવા કેસ સામે આવ્યા છે. નડિયાદમાં એક એસઆરપી જવાન સહિત બે નવા કેસ આવ્યા છે જ્યારે મહેમદાવાદમાં બે કેસ અને નડિયાદ તાલુકાના નરસંડામાં એક કેસ આવ્યો છે. આ તમામ દર્દીઓ હાલ એન.ડી.દેસાઈ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે.
ખેડામાં બુધવારે 5 નવા કેસ નોંધાતા જિલ્લામાં કુલ 74 લોકો કોરોના સંક્રમિત
ખેડા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે. જિલ્લામાં અત્યાર સુધી 74 લોકો કોરોનાથી સંક્રમિત છે. ઝડપભેર વધી રહેલા કોરોના કેસને પગલે લોકો ચિંતિત બન્યા છે. જો કે તેની સામે સ્વસ્થ થતા દર્દીઓ પણ વધી રહ્યા છે. જે એક રાહતની વાત છે.
ખેડામાં બુધવારે 5 નવા કેસ નોધાતા જિલ્લામાં કુલ 74 લોકો સંક્રમિત