ખેડા: એસઓજીની પ્રેસ વિજ્ઞપ્તિ અનુસાર બાતમીને આધારે કઠલાલ તાલુકાના ફાગવેલ પાસેથી આઈસર માંથી રૂપિયા 25,68,000 નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. જે મામલે વિદેશી દારૂનો જથ્થો અને આઈસર સહિતના કુલ રૂપિયા 33,80,100 ના મુદ્દામાલ સાથે આઈસરના ડ્રાઇવરને ઝડપી કઠલાલ પોલીસ સ્ટેશન ખાતે આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.
ઝડપી કાયદેસરની કાર્યવાહી: એક આરોપી ઝડપાયો પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીને આધારે ખેડા એસ ઓ જી દ્વારા ઇન્દોર અમદાવાદ હાઈવે પર ફાગવેલ પાસેથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી આઈસર ઝડપી પાડવામાં આવી હતી. પોલીસ દ્વારા આઈસરના ડ્રાઈવર બાંકારામ રામારામ વીરમારામ જાટ (ચૌધરી) રહે. કહરનિયા કા તલા,બિરસાનિયા તાલુકો ચોટન, જીલ્લો.બાડમેર (રાજસ્થાન) ને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
ભારતીય બનાવટનો વિદેશી દારૂ: કુલ રૂપિયા 33,80,100નો મુદ્દામાલ ઝડપાયો પોલીસે ઝડપેલી HR-62-A-6775 નંબરની આઈસર ટર્બો માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની રૂપિયા 25,68,000 ની કિંમતની બોટલો કુલ નંગ 9,252 ઝડપી પાડી હતી. દારૂનો જથ્થો તેમજ આઈસર સહિત કુલ રૂપિયા 33,80,100ના મુદ્દામાલ સાથે આરોપી ડ્રાયવરને પકડી વધુ કાર્યવાહી માટે કઠલાલ પોલીસ સ્ટેશન ખાતે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગુનો નોંધવામાં આવ્યો: ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો પોલીસ દ્વારા આ મામલે દારૂના જથ્થા સાથે ઝડપાયેલા આઈસરના ડ્રાઈવર સામે ગુનો નોંધ્યો છે. તે સાથે આઈસરના માલિક તેમજ દારૂનો જથ્થો મોકલનાર અને દારૂ મંગાવનાર સહિત કુલ ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.