ETV Bharat / state

મહેમદાવાદમાં લગ્ન પ્રસંગે ડી.જે.ના 2 ટ્રક વચ્ચે કચડાતા 1 બાળકનું મોત - dharmendra bhatt

ખેડાઃ જિલ્લાના મહેમદાવાદ તાલુકાના માંકવા ગામે લગ્ન પ્રસંગે આવેલા DJના બે ટ્રક વચ્ચે કચડાતા બાળકનું મોત થયું હતું. આ કરૂણ ઘટનાને પગલે આનંદનો અવસર માતમમાં ફેરવાયો હતો.

મહેમદાવાદમાં લગ્ન પ્રસંગે 2 DJ વચ્ચે કચડાતા 1 બાળકનું મોત
author img

By

Published : May 19, 2019, 12:51 PM IST

ખેડાના મહેમદાવાદ તાલુકાના માંકવા ગામે લગ્ન પ્રસંગ હતો, ત્યારે DJના તાલે નાચગાન ચાલી રહ્યું હતું. આ દરમિયાન એક ડી.જે.વાળાએ પોતાનું વાહન સ્પીડમાં રિવર્સ કર્યું હતું. જે પાછળ ઉભેલા બીજા ટ્રક સાથે અથડાયું હતું. જેને પગલે લોકોમાં ભાગમભાગ મચી ગઈ હતી. અને આ બંને DJ અથડાતા તેમાં એક દસ વર્ષીય બાળક વચ્ચે કચડાઈ જતા તેનું મોત નીપજ્યું હતું. તે લગ્ન પ્રસંગે બનેલી આ કરૂણ ઘટનાને પગલે આનંદનો અવસર માતમમાં ફેરવાઈ ગયો હતો. આ ઘટનાને પગલે મહેમદાવાદ પોલીસ દ્વારા બંને DJ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

જો કે ઘટના અંગે એમ પણ ચર્ચાઈ રહ્યું છે, કે બંને DJ વચ્ચે શ્રેષ્ઠ સાબિત થવા હરીફાઈ જામી હતી. જેમાં એક DJએ બીજા DJને ટક્કર મારતાં ઘટના સર્જાઈ હતી. કે બંને DJ એકબીજાની સામસામે જ હતા. ત્યારે આ ઘટના લગ્ન પ્રસંગે ઉત્સાહના અતિરેકમાં ભાન ભૂલતા લોકો માટે ચેતવણી સમાન ગઈ હતી.

R_GJ_KHD_01_19MAY19_DJ_TAKKAR_AV_DHARMENDRA_7203754

ખેડા જીલ્લાના મહેમદાવાદ તાલુકાના માંકવા ગામે લગ્ન પ્રસંગે આવેલા બે ડીજે વચ્ચે કચડાતા બાળકનું મોત થયું.કરૂણ ઘટનાને પગલે આનંદનો અવસર માતમમાં ફેરવાયો.
મહેમદાવાદ તાલુકાના માંકવા ગામે લગ્ન પ્રસંગ હોઈ બે ડીજેના તાલે નાચગાન ચાલી રહ્યું હતું.જે દરમ્યાન એક ડીજે એ પોતાનું વાહન સ્પીડમાં રિવર્સ કર્યું હતું.જે સામે ઉભેલા અન્ય ડીજે સાથે અથડાયું હતું.જેને પગલે લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.બંને ડીજે અથડાતા ગામનો એક દસ વર્ષીય બાળક વચ્ચે કચડાઈ જતા તેનું મોત નીપજ્યું હતું.લગ્ન પ્રસંગે બનેલી આ કરૂણ ઘટનાને પગલે આનંદનો અવસર માતમમાં ફેરવાઈ ગયો હતો.ઘટનાને પગલે મહેમદાવાદ પોલીસ દ્વારા બંને ડીજે જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
જો કે ઘટના અંગે એમ પણ ચર્ચાઈ રહ્યું છે કે બંને ડીજે વચ્ચે શ્રેષ્ઠ સાબિત થવા હરીફાઈ જામી હતી.જેમાં ચડસા ચડસીમાં એક ડીજે એ અન્ય ડીજે ને ટક્કર મારતાં ઘટના સર્જાઈ હતી.જો કે ઘટનાના સામે આવેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બંને ડીજે એકબીજાની સામસામે જ હતા.ત્યારે આ ઘટના લગ્ન પ્રસંગે ઉત્સાહના અતિરેકમાં ભાન ભૂલતા લોકો માટે ચેતવણી સમાન છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.