ETV Bharat / state

અરે વાહ, જુનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય (Sakkarbagh Zoo)માં વધુ ત્રણ સિંહ બાળનો જન્મ

સમગ્ર ગુજરાત અને દેશ માટે એક સારા સમાચાર આવ્યા છે. કારણ કે રાજ્યના જૂનાગઢમાં આવેલા સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં (Sakkarbagh Zoo) વધુ ત્રણ સિંહ બાળનો જન્મ (The birth of three lion cubs) થયો છે. આમ, છેલ્લા 2 મહિનાની અંદર પ્રાણી સંગ્રહાલયમાં 6 જેટલા બાળસિંહનો જન્મ થયો છે, જે ખૂબ જ ગર્વની વાત કહેવાય. સિંહોની ઘટતી જતી વસતીના સમાચારની વચ્ચે આ ખુશીના સમાચાર આવ્યા છે, જેથી સિંહ પ્રેમીઓમાં ખુશી જોવા મળી રહી છે.

અરે વાહ, જુનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય (Sakkarbagh Zoo)માં વધુ ત્રણ સિંહ બાળનો જન્મ
અરે વાહ, જુનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય (Sakkarbagh Zoo)માં વધુ ત્રણ સિંહ બાળનો જન્મ
author img

By

Published : Jul 12, 2021, 4:14 PM IST

  • સિંહ બાળના જન્મને લઈને સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી (Sakkarbagh Zoo) આવ્યા સારા સમાચાર
  • પ્રાણી સંગ્રહાલયમાં (Sakkarbagh Zoo) એક સિંહણે વધુ ત્રણ જેટલા સિંહબાળને આપ્યો જન્મ
  • હજી અનેક સિંહણ ગર્ભવતી હોવાથી 2-3 મહિનામાં બીજા સિંહ બાળ જન્મે તેવી શક્યતા

જૂનાગઢઃ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય (Sakkarbagh Zoo)માં વધુ ત્રણ જેટલા સિંહ બાળનો જન્મ થયો છે. છેલ્લા 2 મહિના દરમિયાન પ્રાણી સંગ્રહાલયમાં 6 જેટલા સિંહ બાળનો જન્મ થઈ ચૂક્યો છે અને હજી પણ કેટલીક સિંહણો ગર્ભવતી હોવાને કારણે આગામી દિવસોમાં વધુ કેટલાક સિંહ બાળનો જન્મ થવાની શક્યતાઓ છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે સિંહ બાળના જન્મનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે આગામી 2-3 મહિનામાં ગયા વર્ષની સરખામણીએ સૌથી વધુ સિંહ બાળનો જન્મ થશે તેવો આશાવાદ પણ વન વિભાગના અધિકારીઓએ વ્યક્ત કર્યો છે.

આ પણ વાંચો- સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં સિંહ બાળની જન્મ સંખ્યામાં થયો વધારો

વન વિભાગના અધિકારીઓ સિંહ બાળ પર રાખી રહ્યા છે નજર

જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં (Sakkarbagh Zoo) સિંહ બાળના જન્મને લઈને વધુ સારા સમાચારો મળી રહ્યા છે. ગત દિવસ દરમિયાન સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય (Sakkarbagh Zoo)ની વધુ એક સિંહણે ત્રણ જેટલા સિંહ બાળને જન્મ આપ્યો છે. જન્મ લેનારા ત્રણે સિંહબાળ હાલ બિલકુલ તંદુરસ્ત અને સ્વસ્થ જોવા મળી રહ્યા છે. જન્મ આપ્યા બાદ માતા સિંહણ ત્રણેય સિંહબાળનું ખૂબ જ બારિકાઈથી સારસંભાળ કરી રહી છે. સિંહના પાંજરામાં વનવિભાગ (Forest Department)ના અધિકારીઓ CCTV મારફતે તમામ પ્રકારની ગતિવિધિઓનું રેકોર્ડિંગ અને મોનિટરીંગ (Recording and monitoring) પણ કરી રહ્યા છે. કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે વનવિભાગ (Forest Department) સિંહણ અને તેના બચ્ચા પર ખૂબ જ બારિકાઈથી તબીબોની હાજરી વચ્ચે સતત નજર રાખી રહ્યા છે.

આ પણ વાંચોઃ જૂનાગઢઃ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ત્રણ સિંહબાળનો થયો જન્મ

ગયા વર્ષ કરતા આ વર્ષે પ્રાણી સંગ્રહાલયમાં વધુ સિંહબાળનો જન્મની શક્યતા

જૂનાગઢમાં આવેલા સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય (Sakkarbagh Zoo)માં ગયા વર્ષે 22 કરતાં વધુ સિહ બાળનો જન્મ થયો હતો. જેમાં આ વર્ષે વધારો થાય તેવી શક્યતાઓ પણ વન વિભાગ (Forest Department)ના અધિકારીઓ વ્યક્ત કરી રહ્યા છે. અત્યાર સુધીમાં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં (Sakkarbagh Zoo) 14 કરતા વધુ સિંહ બાળનો જન્મ થઈ ચૂક્યો છે અને સક્કરબાગમાં આવેલી વધુ કેટલીક સિહણો ગર્ભવતી પણ છે આગામી મહિનામાં સિંહણ બચ્ચાને જન્મ આપશે. ત્યારબાદ સિંહ બાળની ચોક્કસ સંખ્યા સામે આવશે, પરંતુ જે પ્રકારે સિંહ બાળના જન્મ થઈ રહ્યા છે તે જોતા એવું સ્પષ્ટ જોઈ શકાય કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વધુ સિંહ બાળનો જન્મ થઈ શકે તેવી તમામ શક્યતાઓ વનવિભાગ ના ઉચ્ચ અધિકારીઓએ વ્યક્ત કરી છે. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય (Sakkarbagh Zoo)માં આવેલા સિંહોના બ્રિડિંગ સેન્ટરની સફળતાપૂર્વક કામગીરી માનવામાં આવી રહી છે, જેને લઇને પ્રાણી સંગ્રહાલયના અધિકારી અને કર્મચારી વર્ગમાં પણ ખૂબ જ ખુશી જોવા મળી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.