ETV Bharat / state

સતત વધી રહેલા માંસાહારની વચ્ચે આજે મનાવવામાં આવી રહ્યો છે વિશ્વ શાકાહારી દિવસ - William Lionel Messi

આજે વિશ્વ શાકાહાર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે સતત વધતા જતા માંસાહારની વચ્ચે આજે કોરોના કાળમાં શાકાહાર મહત્વનું જમા પાસું બનીને ઉભરી રહ્યું છે, ત્યારે કોરોના જેવી મહામારીમાં શાકાહાર માત્ર રક્ષણ પૂરું પાડતું નથી પરંતુ કોરોના સામેની લડાઈમાં અમોધ શસ્ત્ર પણ સાબિત થઇ રહ્યું છે.

સતત વધી રહેલા માંસાહારની વચ્ચે આજે મનાવવામાં આવી રહ્યો છે વિશ્વ શાકાહારી દિવસ

author img

By

Published : Oct 6, 2020, 2:17 PM IST

◆ આજે સમગ્ર વિશ્વમાં શાકાહાર દિવસ મનાવવામાં આવી રહ્યો છે

◆ શાકાહાર પ્રત્યે જનજાગૃતિ કેળવાય તે માટે આજના દિવસની ઉજવણી કરાઇ છે

◆ શાકાહાર તંદુરસ્ત જીવન ની સાથે રોગોમાંથી મુક્તિ પણ અપાવતું હોવાનું કેટલાક કિસ્સામાં સામે આવ્યું છે

◆ માંસાહાર ને કારણે મેદસ્વિતા જેવી સમસ્યા ઊભરી રહી છે જે તમામ રોગના મૂળ નું ઘર માનવામાં આવે છે

જૂનાગઢઃ આજે સમગ્ર વિશ્વમાં શાકાહાર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. દર વર્ષની છઠ્ઠી ઓક્ટોબરના દિવસે શાકાહાર પ્રત્યે લોકો વધુ જાગૃત બને અને શાકાહારી બને તેવા ઉમદા ઉદ્દેશ સાથે આજના દિવસની ઉજવણી કરવામાં આવતી રહી છે, ત્યારે સતત વધી રહેલા માંસાહારની વચ્ચે તેની સાથે કેટલીક ગંભીર કહી શકાય તેવી હૃદય અને આંતરિક અંગોની બીમારીઓ સતત વધી રહી છે. ત્યારે લોકો વધુ સારું સ્વાસ્થ્ય મેળવે તેને લઈને વિશ્વ શાકાહારી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

માસાહારને લઇને તબીબો પણ લોકોને ચેતવી રહ્યા છે. જે લોકો માંસાહારનું સેવન કરી રહ્યા છે તેમને નુકસાન કારક કોલેસ્ટ્રોલ અને તેને સંબંધી અન્ય બીમારીઓ થવાનું પ્રમાણ શાકાહારીઓની સરખામણીએ વધુ જોવા મળી રહ્યું છે એ જ પ્રમાણે માંસાહારીની સરખામણીએ શાકાહારીના મોત હૃદય અને તેને સંબંધી બીમારીઓને કારણે ઓછા થયાનું સાબિત થયું છે. માંસાહારને કારણે મેદસ્વિતા જેવી ગંભીર સમસ્યા ઘેરી બનતી જોવા મળી રહી છે. મેદસ્વિતાને કારણે પણ શરીર રોગનું ઘર બનતું જાય છે. જેને ધ્યાને રાખીને ઓક્ટોબર મહિનાની છઠ્ઠી તારીખે વિશ્વ શાકાહારી દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે.

કોઈ પણ સજીવ અને પ્રોટીન ચરબી કાર્બોહાઇડ્રેટ અને અન્ય કેટલાક વિટામિન જીવન માટે આવશ્યક હોય છે. જે કઠોળ લીલા શાકભાજી અને ધાન્યમાંથી પણ પૂરતા પ્રમાણમાં મળી રહે છે, ત્યારે નુકસાનકારક માંસાહારની જગ્યાએ લોકો શાકાહારને દૈનિક જીવનનો ભાગ બનાવે તેને લઈને આજના દિવસનો ખૂબ જ મહત્વ આંકવામાં આવ્યું છે. જેના ભાગરૂપે બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન જેક્વેલિન ફર્નાન્ડિઝ સોનાક્ષી સિંહા શાહિદ કપૂર અને અનુષ્કા શર્મા શાકાહારી બની ચૂક્યા છે.

સતત વધી રહેલા માંસાહારની વચ્ચે આજે મનાવવામાં આવી રહ્યો છે વિશ્વ શાકાહારી દિવસ
તો હોલિવૂડની વાત કરીએ તો ટોમ ક્રુઝ, નિકોલ કિડમેન, પામેલા એન્ડરસન, એન્જલિના જોલી, ટીના ટર્નર જેમાં આંતરરાષ્ટ્રીય કલાકારો આજે શાકાહારી બનીને સૌને શાકાહારનો સંદેશો આપી રહ્યા છે. વાત વિશ્વના શ્રેષ્ઠતમ ખેલાડીની કરીએ તો માઇક ટાયસન, વિરાટ કોહલી, સેરેના વિલિયમ લિયોનેલ મેસ્સી આવા આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ પર આજે શાકાહારી બની ચૂક્યા છે અને શાકાહાર ના ફેલાવવા માટે બ્રાન્ડ એમ્બેસેડર બનીને શાકાહાર પ્રત્યે જાગૃતતા આવે તે માટે તેમનાથી બનતા પ્રયાસો પણ કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.