ETV Bharat / state

World Sparrow Day: ચકલી દિવસે જૂનાગઢને મળી નવી સંસ્થા, હવે પર્યાવરણ સહિત ચકલીઓ માટે થશે નવા કામ - Around the Tree organization in Junagadh

આજે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે જૂનાગઢમાં અરાઉન્ડ ધ ટ્રી નામની સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. હવે આ સંસ્થા ચકલીઓના બચાવ સહિત વિવિધ વિષયોને લઈને ભવિષ્યમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરશે.

World Sparrow Day: ચકલી દિવસે જૂનાગઢને મળી નવી સંસ્થા, હવે પર્યાવરણ સહિત ચકલીઓ માટે થશે નવા કામ

author img

By

Published : Mar 20, 2023, 5:33 PM IST

ચકલી દિવસે માળાનું કરાયું વિતરણ

જૂનાગઢઃ અત્યારના સમયના બાળકોએ કદાચ ચકલી જોઈ પણ નહીં હોય. ને જોઈ હશે તો એ પણ ફોટો કે કાર્ટૂનમાં. કારણ કે, ચકલીઓ ધીમે ધીમે લુપ્ત થઈ રહી છે. એટલે ચકલી દેખાવવી એ દુર્લભ નજારો કહી શકાય છે. ત્યારે આજ સમગ્ર વિશ્વમાં ચકલી દિવસની ઉજવણી થઈ રહી છે. આ દિવસ નિમિત્તે જૂનાગઢના એરાઉન્ડ ધ ટ્રી નામની સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે. ત્યારે હવે આ સંસ્થા શહેરની રળિયામણું બનાવવાની સાથે વૃક્ષારોપણ સહિત પ્રકૃતિને બચાવવાના તમામ કામોમાં સામાજિક રીતે લોકજાગૃતિ લાવીને પ્રકૃતિનું રક્ષણ થાય તે માટેના પ્રયાસો શરૂ કરશે.

આ પણ વાંચોઃ World Sparrow Day 2023: આજે પણ ભાવનગર રાજવીને ચકલી સ્વરૂપે મા ખોડિયાર આશીર્વાદ આપે છે

ચકલી દિવસે માળાનું કરાયું વિતરણઃ જૂનાગઢના બ્રહ્માનંદજી લોકવિજ્ઞાન કેન્દ્ર અને રાઉન્ડ ધ ટ્રી સંસ્થા દ્વારા ચકલીઓનું સંવર્ધન થાય, લુપ્ત થતી ચકલી ફરી એક વખત ઘર ઘરનું પક્ષી બની રહે. તેને લઈને આજે લોકોમાં સામાજિક અને પર્યાવરણીય જાગૃતિ આવે તે માટે ચકલીના માળા વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ખાસ કરીને શાળા અને કૉલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓએ ખૂબ જ ઉમળકાભેર ભાગ લીધો હતો.

ચકલીઓ માટે વિદ્યાર્થીઓએ શપથ લીધાઃ સાથે જ ચકલીઓને પોતાના ઘર કે રહેઠાણના જગ્યા પર માળારૂપી ઘર મળી રહે. તે માટેના શપથ પણ લીધા હતા. આજે ચકલી લુપ્ત બની રહી છે. આવા સમયમાં પર્યાવરણીય સંતુલન ન ખોરવાય તે માટે પણ ચકલી જેવું રૂપકડું પક્ષી આજે પર્યાવરણમાં મહત્વનું સ્થાન ધરાવે છે, પરંતુ તેની ઘટતી જતી સંખ્યા ચિંતા નો વિષય પણ બની રહે છે.

અરાઉન્ડ ધ ટ્રી સંસ્થાનું કરાયું સ્થાપનઃ આજે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે અરાઉન્ડ ધ ટ્રી નામની પર્યાવરણને લગતી સામાજિક સંસ્થાની જાહેરાત પ્રમુખ અમિત શાહે કરી હતી. સતત વધતું જતું પ્રદૂષણ, પ્રકૃતિમાં આવી રહેલો અચોક્કસ અને અસામાન્ય બદલાવ માનવ જાતની સાથે તમામ જીવજંતુ અને પશુપક્ષીઓ માટે પણ ઘાતક બની રહ્યો છે. ત્યારે આજે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે અરાઉન્ડ ધ ટ્રી નામની સંસ્થાનું સ્થાપન કરીને આજથી જ સમગ્ર શહેરના એવા વિસ્તારોનો સરવે શરૂ કરવામાં આવશે કે, જ્યાં વૃક્ષોની સંખ્યા નહીંવત્ અથવા તો બિલકુલ ન હોય આવી જગ્યા પર પર્યાવરણનું રક્ષણ થાય ગ્રિનહાઉસ ગેસનું ખૂબ મોટા પ્રમાણમાં શોષણ થાય અને ચકલીથી લઈને તમામ વર્ગના પક્ષીને માળા બાંધવા કાયમી આશ્રય સ્થાન બની રહે તેવા ઝાડ વાવવાની આજથી શરૂઆત કરવામાં આવશે.

સંસ્થાના સ્થાપન અને માળા વિતરણ અંગેના પ્રતિભાવોઃ અરાઉન્ડ ધ ટ્રી નામની સંસ્થાની સ્થાપના કરનારા અમિત શાહે જણાવ્યું હતું કે, પર્યાવરણમાં આવી રહેલું અસંતુલન સતત વૃક્ષોની ઘટતી જતી સંખ્યાની સાથે પ્રકૃતિ અને માનવજાત સાથે પોષણ કડીરૂપે જોડાયેલા પશુપક્ષી અને નાના જીવજંતુઓ સતત ઓછા થઈ રહ્યા છે, જેના મૂળમાં વૃક્ષોનું નિકંદન પણ માનવામાં આવે છે.

આ પણ વાંચોઃ World Sparrow Day: લુપ્ત થતી ચકલીઓને બચાવવા ભુજની સંસ્થા આવી આગળ, અનેક ગામડાઓમાં રાખ્યા ચકલીઘર

આગામી દિવસોમાં વિવિધ કાર્યક્રમો યોજાશેઃ ત્યારે અરાઉન્ડ ધ ટ્રી સંસ્થા જૂનાગઢ શહેરમાં વૃક્ષારોપણની સાથે પ્રકૃતિને બચાવવાના કાર્યક્રમો આગામી દિવસોમાં હાથ ધરશે. તો લોક વિજ્ઞાન કેન્દ્રના પ્રતાપસિંહ ઓરાએ ઘટતી જતી ચકલીઓની ચિંતા કરીને લોકોમાં ચકલી પ્રત્યે માનવતા ઊભી થાય પર્યાવરણને બચાવવા લોકો વિચારતા થાય તે માટે આજના દિવસે ચકલીના માળા વિતરણ કરાયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.