જૂનાગઢઃ આજે વિશ્વ સિંહ દિવસ( World Lion Day 2022) છે. સમગ્ર વિશ્વમાં એકમાત્ર સિંહનું મંદિર ધરાવવાનું ગર્વ ગીર લઈ રહ્યું છે. વર્ષ 2014માં ભેરાઈ નજીક ટ્રેનની અડફેટમાં આવી જતા બે સિંહણના મોત થયા હતા ટ્રેન અકસ્માત બાદ સિંહ પ્રેમીઓમાં મારે શોક જોવા મળ્યો હતો. જેને લઇને સિંહનું કાયમી સ્મારક અકસ્માત સ્થળ નજીક(Lion Memorial in Bherai village) બને તે માટેની ચળવળ હાથ ધરાઇ હતી અને ત્યારબાદ ભેરાઈ નજીક રેલવે ક્રોસિંગ પાસે વિશ્વનું પ્રથમ સિંહણ સ્મૃતિ મંદિરનું નિર્માણ થયું. અહીં સમગ્ર વર્ષ દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં સિંહ પ્રેમીઓ સિંહણ સ્મૃતિ મંદિરના દર્શન કરીને અકસ્માતે મોતને ભેટેલી બન્ને સિંહણોને શ્રદ્ધાંજલિ આપીને ફરી સિંહ જાતિનું કોઈ પણ પ્રાણી આવા અકસ્માતનો ભોગ ન બને તે માટે પ્રાર્થના પણ કરે છે.
ભેરાઈનું એકમાત્ર સિંહ મંદિર - સમગ્ર એશિયામાં એક માત્ર ભારત અને તેમાં પણ ગુજરાત અને ત્યાંથી આગળ વાત કરીએ તો ગીરમાં સમગ્ર એશિયામાં સિંહો એક માત્ર જગ્યા પર જોવા મળે છે. સિંહને સાચવવાનું ગર્વ ગીર આજે ખૂબ જ ખુમારીભેર લઈ રહ્યું છે, અને તેનું પ્રમાણ વિશ્વનું એકમાત્ર સિંહણ સ્મૃતિ મંદિર આપી રહ્યું છે. આ પ્રકારે કોઈ પણ પ્રાણીના અને ખાસ કરીને સિંહનું મંદિર હોય તેવા કિસ્સાઓ હજુ સુધી સામે આવ્યા નથી ત્યારે ભેરાઈ નજીક બનેલું વિશ્વનું પ્રથમ સિંહ સ્મૃતિ મંદિર ગીર અને સિંહ પ્રત્યે કેટલો આત્મીય લગાવ હશે તેનું પ્રમાણ પણ આપી રહ્યુ છે. તેને કારણે જ આ વિસ્તારમાં સમગ્ર વિશ્વનું પ્રથમ સિંહ મંદિર નિર્માણ પામ્યું અને તેના દર્શનાર્થે સિંહ પ્રેમીઓ સતત આવી રહ્યા છે.
આ પણ વાંચોઃ અગાઉ સમગ્ર ભારતમાં રહેનાર સિંહ આજે માત્ર ગુજરાતમાં જ કેમ જોવા મળે છે ? જાણો કારણ...
ખેડૂતે આપી મંદિર માટેની જગ્યા - વર્ષ 2014ની એ કાળમુખી રાત્રિના સમયે માલગાડીની અડફેટે બે સિંહણો આવી જતા તેના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. આ પ્રકારની અકસ્માતની ઘટના ગીર વિસ્તારમાં સિંહ પ્રેમીઓ માટે ખૂબ જ નિરાશા જનક અને દુઃખદ મનાતી હતી આવી પરિસ્થિતિમાં સિંહોની સ્મૃતિ કાયમી રહે તે માટે સિંહ સ્મારક મંદિર બનાવવાનું સિંહ પ્રેમીઓએ નક્કી કર્યું ક્યારે જે રેલવે ક્રોસિંગ નજીક સિંહણોને અકસ્માત નડ્યો હતો. તે વિસ્તારના ખેડૂત લક્ષ્મણ રામે સિંહણ સ્મૃતિ મંદિર બનાવવા માટે પોતાના ખેતરમાં વિનામૂલ્યે જમીન આપીને ગીર વિસ્તારના લોકો સિંહો સાથે કેવા લાગણી સભર સંબંધોથી જોડાયેલા છે. તેવું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડ્યું હતું જે જમીન પર આજે સિંહણ સ્મૃતિ સ્મારક જોવા મળે છે.
આ પણ વાંચોઃ ડાલામથ્થાને સાચવવું 'ગાંડી ગીરનું ગૌરવ'
સિંહ ચાલીસાની રચના - પાછલા 40 કરતાં વધુ વર્ષોથી સિંહ સંવર્ધનને લઈને ખૂબ જ કાર્યશીલ રહેલા શિક્ષક રમેશ રાવલે સિંહ ચાલીસા નિર્માણ કર્યું છે. હનુમાન ચાલીસાની જેમ સિંહ ચાલીસાના પાઠ સિંહોને સંકટમાંથી દૂર કરશે તેવા પ્રકૃતિ અને સિંહ સાથેના પ્રેમ ભર્યા સ્મરણો આ સિંહ ચાલીસામાં (Lion Chalisa)સામેલ કરાયા છે. સિંહ ચાલીસા પણ સમગ્ર વિશ્વમાં રચના થયેલી પ્રથમ ચાલીસા બની રહી છે. કોઈ પણ પ્રાણીને લઈને આ પ્રકારની સાહિત્યની રચના થઈ નથી સિંહ ચાલીસાની રચના કરવાનું શ્રેય શિક્ષક અને સિંહ પ્રેમી રમેશ રાવલને જાય છે. વિશ્વ સિંહ દિવસ નિમિત્તે સિંહ પ્રેમીઓ દ્વારા સિંહણ સ્મૃતિ સ્મારક પર સિંહ ચાલીસાના પાઠ કરાયા હતા અને ગીરમાં વસતા તમામ સિંહો આવનારા તમામ સંકટ માંથી દૂર થાય તે પ્રકારની પ્રાર્થના પણ કરવામાં આવી હતી.
વર્ષ 2016માં સિંહ દિવસની ઉજવણી કરાઈ શરૂ - એક સમયે સમગ્ર એશિયામાં જોવા મળતા સિંહોની પ્રજાતિ આજે એકમાત્ર ભારત ગુજરાત અને તેમાં પણ ગીરના જંગલોમાં જોવા મળે છે. સિંહોની પ્રજાતિને માન સભર રાખી શકાય તે માટે તેના માનમાં દર વર્ષની 10મી ઓગસ્ટના દિવસે વિશ્વ સિંહ દિવસ ઉજવવાની શરૂઆત થઈ છે. જે આજે સાતમા વર્ષમાં પ્રવેશ કરી રહી છે. તેની ઉજવણી વિશ્વના પ્રથમ સિંહણ સ્મૃતિ સ્મારક પર કરવામાં આવી અહી સિંહ પ્રેમીઓએ મૃતક સિંહના આત્માને શાંતિ માટે સિંહ ચાલીસાના પાઠ કરીને સમગ્ર એશિયામાં ફરી પાછી સિંહોની સંતતિ જોવા મળે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.