જૂનાગઢઃ આજે સમગ્ર વિશ્વમાં ક્રિએટિવિટી એટલે કે, દરેક વ્યક્તિમાં પડેલી સુસુપ્ત કળાઓ અને કેટલીક જાણી કે અજાણી સર્જનશીલતાને બહાર લાવવા માટે 21 એપ્રિલે ઉજવણી કરવાની શરૂઆત થઇ હશે. સામાન્ય સંજોગોમાં દરેક વ્યક્તિમાં કોઈ વિશેષ કળા કે સર્જનશીલતા ચોક્કસ સમાયેલી હોય છે. પરંતુ તેને બહાર લાવવા માટે કોઇ વિશેષ વ્યવસ્થા કે દિવસની જરૂર પડતી આવી છે, ત્યારે લોકોમાં પડેલી કેટલીક જાણી-અજાણી કળાઓ અને સર્જનશીલતા ને આજના દિવસે બહાર લાવવા માટે પ્લેટફોર્મ પુરુ પાડી રહ્યો છે.
આજે જ્યારે સમગ્ર રાષ્ટ્ર અને દુનિયામાં કોરોના વાઈરસ મહામારી બનીને સામે આવી રહ્યો છે, ત્યારે આ મહામારીમાંથી બચવાનો એક ઉપાય એટલે મોઢા પર માસ્ક બાંધવો.
સામાન્ય સંજોગોમાં અત્યાર સુધી માસ્ક માત્ર ડોક્ટરો અને તેની સાથે જોડાયેલા વ્યક્તિઓ તેમજ કેટલીક કેમિકલ્સ ફેક્ટરી કેમિકલ અને ખનીજ તેલને રિફાઇન્ડ કરતી રિફાઇનરી અને લેબોરેટરીમાં ઉપયોગ કરવામાં આવતો હોય છે. પરંતુ કોરોના વાઇરસ જેવી વૈશ્વિક મહામારીને લઈને હવે દરેક વ્યક્તિના મોં પર માસ્ક અચૂક અને ફરજિયાત જોવા મળે છે. આ માસ્ક અત્યાર સુધી કંપનીઓમાં અને કેટલીક ફાર્માસ્યુટિકલ કંપનીઓ બનાવતી હતી. પરંતુ વૈશ્વિક મહામારીમાં હવે આ માસ્ક ઘરે-ઘરે બનવા લાગ્યા છે.
સામાન્ય સંજોગોમાં વૈશ્વિક મહામારી સામે લડવા ભારત જેવા દેશમાં માસ્ક સૌથી વધારે સુલભ અને દરેક વ્યક્તિ ખરીદી શકે તે પ્રકારની વ્યવસ્થા છે, ત્યારે આજે વિશ્વ ક્રિએટિવિટી એટલે કે, સર્જનાત્મક દિવસે જૂનાગઢના કેટલાક લોકો પોતાની સર્જનશક્તિ અને તેનામાં રહેલી કળાઓને હસ્તગત કરીને માસ્ક બનાવવાનું કામ કરી રહી છે. જેના થકી આજે તમામને રોજગારી પણ મળી રહી છે સાથે જ કોરોના વાઇરસ જેવી મહામારી અને આપત્તિના સમયે લોકોની સર્જનશીલતા માસ્ક બનાવવા બહાર આવી રહી છે.