એક મહિલા હોસ્પિટલના છઠ્ઠા માળે સુધી પહોંચી જઈને ત્યાંથી પડતું મૂકીને આત્મહત્યા કરવાની કોશિશ કરતી હતી તે સમય દરમિયાન હોસ્પિટલમાં જ રહેલા કેટલાક યુવાનોને મહિલાને હિલચાલની જાણ થઈ જતા ચાર પાંચ જેટલા યુવાનોએ હોસ્પિટલની છત ઉપર જઈને આ મહિલાને બચાવી લીધી હતી. મહિલા કૂદકો મારવાની બિલકુલ તૈયારીમાં હતી ત્યારે જ આ યુવાનોએ તેમના જીવનના જોખમની પરવા કર્યા વગર મહિલાનો જીવ બચાવ્યો હતો. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં વારંવાર આત્મહત્યાના બનાવો બને છે ત્યારે હોસ્પિટલ ની છત ઉપર લોકો કઈ રીતે પહોચે છે?, હોસ્પિટલમાં કોઈ સુરક્ષાતંત્ર છે કે નહીં તેને લઈને હવે ગંભીર સવાલો ઉભા થઇ રહ્યા છે.
જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં મહિલાએ આત્મહત્યાનો કર્યો પ્રયાસ
જૂનાગઢઃ સિવિલ હોસ્પિટલ હવે આત્મહત્યા કરવા માટેનો એક પોઈન્ટ બનતી જતી હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી હોસ્પિટલના બીજા અને પાંચમા માળેથી કુદીને આત્મહત્યા કરવાના બનાવો બની રહ્યા છે. થોડા સમય પહેલાં જ એક મહિલાએ છઠ્ઠા માળેથી પડતું મૂકીને આત્મહત્યા કરી હતી. આ ઘટના હજી થોડા સમય પહેલાં જ ઘટી હતી ત્યારે આજે ફરી આવી એક સુસાઈડની ઘટના ઘટે તે પહેલા મહિલાને બચાવી લેવામાં આવી હતી.