જૂનાગઢઃ કોરોના વાઈરસના કેર વચ્ચે જૂનાગઢ જિલ્લામાં કપાસનો કકળાટ સામે આવી રહ્યો છે. જિલ્લામાં કેન્દ્ર સરકાર દ્વારા કપાસ ખરીદી માટે સીસીઆઇનું એક કેન્દ્ર આપવામાં આવે આયોજન રાજ્ય સરકાર કરે તેવી કિસાન સંઘ અને જિલ્લાના ખેડૂતોની માગણી છે.
જૂનાગઢ જિલ્લાના કપાસ પકવતાં ખેડૂતોમાં રાજ્ય કે કેન્દ્ર સરકાર કપાસની ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરે તેવી માગ કરવામાં આવી રહી છે. જે પ્રકારે કોરોના વાઇરસને કારણે ખેડૂતોનો પાક તેના ઘરમાં પડી રહ્યો છે જેને લઇને ખેડૂતો આર્થિક પાયમાલી તરફ ધકેલાઈ રહ્યાં છે ત્યારે સરકાર ટેકાના ભાવે કપાસની ખરીદી કરે તેવી માગ ખેડૂતોમાં ઉઠી રહી છે.
CCI ક્યારે કપાસ ખરીદી કેન્દ્ર આપશે? કાગડોળે વાટ જોતાં જૂનાગઢના ખેડૂતો-કિસાન સંઘ સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં કેન્દ્ર સરકાર દ્વારા કપાસની ખરીદી માટે સીસીઆઇ કેન્દ્ર ખોલવામાં આવ્યાં છે. પરંતુ જૂનાગઢ જિલ્લામાં હજુ સુધી એક પણ કેન્દ્ર ખોલવામાં આવ્યું નથી જેને લઇને ખેડૂતોને કપાસ વેચાણમાં ખૂબ મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. જેને લઇને જૂનાગઢ જિલ્લામાં ઓછામાં ઓછું એક કેન્દ્ર ખોલવાની ખેડૂતો સરકાર સમક્ષ માગ કરી રહ્યાં છે.
CCI ક્યારે કપાસ ખરીદી કેન્દ્ર આપશે? કાગડોળે વાટ જોતાં જૂનાગઢના ખેડૂતો-કિસાન સંઘ હાલ જે જિલ્લામાં કપાસની સીસીઆઇ દ્વારા ટેકાના ભાવે ખરીદી થઇ રહી છે ત્યાંના ખેડૂતોને ખૂબ સારા ભાવ મળી રહ્યાં છે. પરંતુ જૂનાગઢ જિલ્લામાં સીસીઆઈનું એક પણ ખરીદ કેન્દ્ર નહીં હોવાને કારણે ખેડૂતો તેમનો કપાસ ખુલ્લી બજારમાં વેચવા માટે મજબૂર બની રહ્યો છે. જેમાં મોટું આર્થિક નુકસાન પણ થઈ રહ્યું છે. જેને ધ્યાને રાખીને જૂનાગઢ જિલ્લામાં સીસીઆઇ દ્વારા કપાસ ખરીદવા માટેનું એક કેન્દ્ર ખોલવામાં આવે તેવી માગ જૂનાગઢના ખેડૂતો કરી રહ્યાં છે.