ETV Bharat / state

Weather Update : લા નીનોની અસર નીચે સૌરાષ્ટ્ર કચ્છમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે - સૌરાષ્ટ્ર કચ્છમાં ઠંડીનું પ્રમાણ

વિશ્વમાં ગ્લોબલ વોર્મિગની અસરની ચર્ચાઓ ચાલે છે. ત્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં લા નીનોની અસર થઇ રહી હોવાનો મત (Global Warming Effect in Gujarat )વ્યક્ત થયો છે. હવામાનમાં અપડેટ(Weather update ) ને લગતાં ખબરમાં જાણવા મળે છે કે લા નીનોની અસર નીચે સૌરાષ્ટ્ર કચ્છમાં ઠંડીનું પ્રમાણ ( Influence of La Nino in Saurashtra Kutch )વધી રહ્યું છે

Weather Update : લા નીનોની અસર નીચે સૌરાષ્ટ્ર કચ્છમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે

author img

By

Published : Feb 3, 2023, 6:33 PM IST

સૌરાષ્ટ્ર કચ્છમાં લા નીનોની અસર થઇ રહી હોવાનો મત

જૂનાગઢ : પાછલા ચાર દસકા દરમિયાન સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને દરિયાઈ વિસ્તારમાં શિયાળા દરમિયાન ઠંડીનું પ્રમાણ વિશેષ પ્રમાણમાં સતત વધતુ જોવા મળી રહ્યું છે. ઠંડીના વધતા જતા આ પ્રમાણેની પાછળ અલનીનો અને લાનીનો અસર પૈકી સૌરાષ્ટ્રમાં લાનીનો ની અસર નીચે ઠંડીનું પ્રમાણ સતત વધી રહ્યું છે.

ઠંડીના પ્રમાણમાં વધારા અને ઘટાડા માટે અલ નીનો અને લા નીનોની અસરો હવામાન વિભાગ દ્વારા જોવામાં આવે છે

લાનીનો અસર નીચે ઠંડીમાં થઈ રહ્યો છે વધારો : લાનીનોની અસર નીચે પાછલા ચાર દસકા દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છમાં ઠંડીના પ્રમાણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ સમય દરમિયાન ઠંડીના દિવસો અને ઠંડીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. જેને લા નીનોની અસર તળે રાખવામાં આવે છે. ઠંડીના પ્રમાણમાં વધારા અને ઘટાડા માટે અલ નીનો અને લા નીનોની અસરો હવામાન વિભાગ દ્વારા જોવામાં આવે છે. જેને લઈને પાછલા ચાર દસકા દરમિયાન ઠંડીના પ્રમાણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો Unseasonal rains : ઠંડી વચ્ચે માવઠાથી ધરતી પુત્રોને માથે હાથ દેવાનો વારો

ચાર દસકામાં ઠંડીનું પ્રમાણ અને દિવસોમાં થયો વધારો : પાછલા ચાર દસકા દરમિયાન ઠંડીનું પ્રમાણ અને ઠંડીના દિવસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ વર્ષ દરમિયાન ઠંડીના 11 દિવસો નોંધવામાં આવ્યા છે. આ દિવસો દરમિયાન લઘુત્તમ તાપમાન 0 થી લઈને 9 ડિગ્રી સુધી જોવા મળે તેવા દિવસોને ઠંડીના દિવસો તરીકે ઓળખવામાં આવે છે. ઠંડી વધવા પાછળનું કારણ સૌરાષ્ટ્રને કચ્છ વિસ્તારમાં સતત વધી રહેલા વરસાદના પ્રમાણે કારણે જમીનમાં પાણીનું તળ ઊંચું આવ્યું છે. જેને કારણે ભેજનું પ્રમાણ વધતુ જોવા મળે છે. તેથી સૌરાષ્ટ્ર કચ્છમાં ઠંડીનું પ્રમાણ દર વર્ષે વધતું જોવા મળે છે.

આ પણ વાંચો Jamnagar : ઠંડીના ચમકારાને લઈને ચીડિયા ઘરમાં પક્ષીઓ માટે ખાસ વ્યવસ્થા

ઠંડીના દિવસોની ગણતરી : હવામાન શાસ્ત્રી ડી આર વઘાસીટાએ જણાવ્યું હતું કે ચાર દશકમાં ઠંડીના દિવસો પાછલા ચાર દશકમાં ઠંડીના દિવસોની જો ગણતરી કરીએ તો વર્ષ 2001 થી લઈને 2011 સુધીમાં ઠંડીના 11 દિવસો નોંધાયા હતા. તેવી જ રીતે 2011 થી 2021 દરમિયાન ઠંડીના દિવસોમાં ચાર દિવસનો વધારો થઈને એક દશકમાં 15 દિવસો નોંધાયા હતા. વર્ષ 2014 અને 2015માં 29 દિવસ અને વર્ષ 2015 અને 2016 માં 25 દિવસો નોંધાયા હતા. 2018 અને 2019 માં ઠંડીના 15 દિવસ 2019 અને 2020માં તેમાં સાત દિવસનો ઘટાડો થઈને 08 દિવસો નોંધાયા હતા. તો વર્ષ 2020-21 માં 09 દિવસનો વધારો થઈને 17 દિવસો ઠંડીના નોંધાયા હતા અને વર્ષ 2022 અને 2023 માં અત્યાર સુધીમાં 11 દિવસો ઠંડીના નોંધાયેલા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.