છેલ્લા કેટલાય સમયથી ગીધની પ્રજાતિઓ લુપ્ત થઈ રહી છે. વધારે પડતાં શહેરીકરણ અને નષ્ટ થતાં પર્યાવરણના કારણે મોટા ભાગની પ્રજાતિઓ ખતમ થઈ રહી છે.
સફારી પાર્કમાં ગીધની કિંગ,ડાકુ અને રાજા નામની પ્રજાતિ જોવા મળી હતી. જેને જોઈને વન વિભાગના અધિકારીઓને પણ આશ્ચર્યમાં મૂકાયાં હતા. આમ, પશુ-પક્ષીઓની પ્રજાતિઓ દિવસેને દિવસે નષ્ટ થઈ રહી છે. ત્યારે બાકી રહેલી પ્રજાતિઓના સંવર્ધન માટે તંત્ર દ્વારા નક્કર પગલાં લેવામાં આવે તેવી માગ ઉગ્ર બની છે.