ETV Bharat / state

5 મહિના પહેલા થયેલી યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો, હત્યારી ભાભી પોલીસ પકડમાં - Etv bharat

જૂનાગઢ: જૂનાગઢના વિસાવદરમાં ભાભીએ દિયરની હત્યા કરી હતી. શારીરિક રીતે અશક્ત દિયરને સાચવવાની જગ્યાએ મોતને ઘાટ ઉતાર્યો હતો. પોલીસે વિસાવદર તાલુકાના ખીજડીયા ગામમાં ગત માર્ચ મહિનામાં યુવાનની હત્યાનો ભેદ ઉકેલી હત્યારી ભાભીની ધરપકડ કરી છે.

જૂનાગઢ
author img

By

Published : Aug 15, 2019, 8:57 PM IST

જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના ખીજડીયા ગામમાં ગત માર્ચ મહિનામાં શારીરિક રીતે અશક્ત અને મંદ બુદ્ધિના વિવેક કાતરિયાની લાશ તેના ઘર નજીકથી મળી આવી હતી. ત્યારે, પોલીસ દ્વારા મૃતક યુવાનનું પોસ્ટમોર્ટમ કરતા તેનુ ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાનો ખુલાસો થયો હતો. જેને લઈને વિસાવદર પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધીને આગળની વધુ તપાસ હાથ ધરી હતી.

વિસાવદર પોલીસ હત્યાનો ભેદ ઉકેલવા માટે છેલ્લા 5 મહિનાથી તપાસ કરી રહી હતી. ત્યારે, મૃતક યુવાન વિવેકના પિતા રમેશભાઈ કાતરીયા દ્વારા વિવેકની હત્યા કરવામાં આવી હોવાની પોલીસમાં કેફિયત આપવામાં આવતા પોલીસ દ્વારા વધુ ગહન તપાસ હાથ ધરવામાં આવી હતી. યુવકની હત્યા તેના ઘરની આસપાસ થઇ હોવાને કારણે પોલીસ દ્વારા મૃતક યુવાનના પરિવારજનો પર શંકા રાખીને તપાસ કરી રહ્યા હતાં. તે દરમિયાન પોલીસે પ્રથમ વિવેકના ભાઈ હાર્દિક અને તેના પિતા રમેશભાઈની પૂછપરછ કરી હતી. પરંતુ, પોલીસને કોઈ મજબૂત પુરાવાઓ નહિં મળતા મૃતક યુવાનની ભાભી દક્ષાબેન પર શંકા વધુ પ્રબળ બનતા પોલીસે આકરી ઢબે પૂછપરછ કરતા અંતે દક્ષાએ હત્યાનો ગુનો કબુલી લેતા વિસાવદર પોલીસે તેની અટકાયત કરીને હવાલાતમાં મોકલી આપી છે.

રમેશભાઈ કાતરિયાના બે સંતાનો પૈકી વિવેક મંદબુદ્ધિનો હોવાને કારણે પરિવારની વહુ દક્ષાએ સાસુ સસરાની બિન હયાતીમાં મંદબુદ્ધિના દિયર વિવેકને સાચવવો ન પડે તે માટે તેને મોતને ઘાટ ઉતારીને સંબંધોને લજાવનારું કૃત્ય કર્યું હતું. પરંતુ, 5 મહિનાની આકરી પોલીસ તપાસ બાદ અંતે હત્યારી ભાભીને પકડી પાડવામાં પોલીસને સફળતા મળી હતી.

Intro:5 મહિના પહેલા થયેલી યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો હત્યારી ભાભી પોલીસ પકડમાં Body:જૂનાગઢના વિસાવદરમાં ભાભીએ કરી દિયરની હત્યા શારીરિક રીતે અશક્ત દિયરને સાચવવાની જગ્યાએ મોતને ઘાટ ઉતારતી નિર્દય ભાભી વિસાવદર તાલુકાના ખીજડીયા ગામમાં ગત માર્ચ મહિનામાં યુવાની હત્યાનો ભેદ વિસાવદર પોલીસે ઉકેલીને હત્યારી ભાભીને હવાલાતમાં મોકલી આપી છે

જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના ખીજડીયા ગામમાં ગત માર્ચ મહિનામાં શારીરિક રીતે અશક્ત અને મંદ બુદ્ધિના વિવેક કાતરિયાની લાશ તેના ઘર નજીકથી મળી આવી હતી ત્યારે પોલીસ દ્વારા મૃતક યુવાનનું પોસ્ટમોર્ટમ કરતા તેની ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાનો ખુલાશો થયો હતો જેને લઈને વિસાવદર પોલીસ દ્વારા હત્યાનો ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી

હત્યાનો ભેદ ઉકેલવા માટે વિસાવદર પોલીસ દ્વારા છેલ્લા 5 મહિનાથી તપાસ કરી રહી હતી ત્યારે મૃતક યુવાન વિવેકના પિતા રમેશભાઈ કાતરીયા દ્વારા વિવેકની હત્યા કરવામાં આવી હોવાની પોલીસમાં કેફિયત આપવામાં આવતા પોલીસ દ્વારા વધુ ગહન તપાશ હાથ ધરી હતી યુવકની હત્યા તેના ઘરની આસપાસ થઇ હોવાને કારણે પોલીસ દ્વારા મૃતક યુવનના પરિવારજનો પર શંકા રાખીને તપાસ કરી રહયા હતા તે દરમિયાન પોલીસે પ્રથમ વિવેકના ભાઈ હાર્દિક અને તેના પિતા રમેશભાઈની પૂછપરછ કરી હતી પરંતુ પોલીસને કોઈ મજબૂત પુરાવાઓ નહિ મળતા મૃતક યુવાનની ભાભી દક્ષાબેન પર શંકા વધુ પ્રબળ બનતા પોલીસે આકરી ઢબે પૂછપરછ કરતા અંતે દક્ષાએ હત્યાનો ગુન્હો કાબુલી લેતા વિસાવદર પોલીસે તેની અટકાયત કરીને હવાલાતમાં મોકલી આપી છે

રમેશભાઈ કાતરિયાના બે સંતાનો પૈકી વિવેક મંદબુદ્ધિનો હોવાને કારણે પરિવારની વહુ દક્ષાએ સાસુ સસરાની બિન હયાતીમાં મંદબુદ્ધિના દિયર વિવેકને સાચવવો ના પડે તે માટે તેને મોતને ઘાટ ઉતારીને સંબંધોને લજાવનારું કૃત્ય કર્યું હતું પરંતુ 5 મહિનાની આકરી પોલીસ તપાસ બાદ અંતે હત્યારી ભાભીને પકડી પાડવામાં પોલીસને સફળતા મળી હતી Conclusion:મંદબુદ્ધિના દિયરને સાચવવો ના પડે તે માટે ગળું દબાવીને કરી નિર્મમ હત્યા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.