જૂનાગઢ: દેશમાં લોકડાઉનના ચુસ્ત અમલને કારણે તમામ પ્રકારના વેપાર, ધંધા અને રોજગાર બંધ થતા જોવા મળી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં રોજનું કમાઇને જીવન ગુજારતા ગુજરાતના ગરીબ અને મજૂર વર્ગ માટે હવે ખુબ જ કપરા દિવસો આવી રહ્યા છે. આવા મજૂર અને ગરીબ વર્ગની ચિંતા કરીને જૂનાગઢ જિલ્લાના વિસાવદર વિધાનસભા મતવિભાગના ધારાસભ્ય હર્ષદ રિબડીયા અને તેનો સમગ્ર પરિવાર મદદે આવ્યો છે. જ્યાં સુધી લોકડાઉનનો સમય ચાલે ત્યાં સુધી ગરીબ અને મજૂર વર્ગના દરેક વ્યક્તિને બે ટંકનું ભોજન પૂરું પાડવાની તેમણે પ્રતિબદ્ધતા દર્શાવી છે.
હર્ષદભાઈના બંને પુત્રો જે ભોજન તૈયાર થાય છે. તેને પેકિંગ કરવાથી લઈને દરેક મજૂરના ઘર અને ખેતર સુધી પહોંચાડવાની જવાબદારી નિભાવી રહ્યા છે.