ETV Bharat / state

દીપડાના હુમલાને લઈને વિસાવદરના ધારાસભ્યે આપ્યું મામલતદારને આવેદનપત્ર

author img

By

Published : Oct 21, 2019, 10:09 PM IST

જૂનાગઢ : અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વધી રહેલા દીપડાના હુમલાને લઈને વિસાવદરના સ્થાનિક ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ રોષભેર મામલતદારને આવેદનપત્ર આપ્યુ હતું. દીપડાને તાકીદે પાંજરે પુરી અને તહેવારોના સમયમાં ગામલોકોને દીપડાના ભયમાંથી મુક્તિ અપાવે તેવી માગ કરી હતી.

etv bharat

છેલ્લા 1 મહિનાથી જૂનાગઢ અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના કેટલાક તાલુકાઓમાં આદમખોર દીપડાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે રવિવારના રોજ વિસાવદર તાલુકાના નાની પીંડાખાઈ ગામમાં ઘરમાં સુઈ રહેલા આધેડ પર દીપડાએ હુમલો કરતા તેનું મોત થયુ હતું. તો બીજી તરફ 10 દિવસ પહેલા અમરેલી જિલ્લાના મોણવેલ અને ચાપાથળ ગામમાં લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. તેમજ ગીર સોમનાથના કોડીનારમાં પણ દિપડાએ ઘાતકી હુમલો કરીને એક વૃદ્ધ અને બાળકીને મોતને ઘાટ ઉતાર્યા હતા. દીપડાના સતત વધી રહેલા હુમલાના કારણે ત્રણ જિલ્લાના કેટલાક ગામોમાં લોકો દીપડાના ભયથી થર-થર કાંપી રહ્યા છે. અને રાત્રિનો સમય તો ઠીક પણ દિવસ દરમિયાન પણ દીપડાના ભયને કારણે ગામ લોકો ઘરની બહાર કે ખેતરમાં જઇ શકતા નથી.

દીપડાના હુમલાને લઈને વિસાવદરના ધારાસભ્યે આપ્યું મામલતદારને આવેદનપત્ર

જેને લઇને વિસાવદરના સ્થાનિક કોંગી ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ સોમવારે વિસાવદર મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. ધારાસભ્યએ વનવિભાગ અને તંત્ર પર બેદરકારીનો આક્ષેપ પણ વ્યક્ત કર્યો હતો. એક તરફ દીપડાઓ સતત હુમલાઓ કરી રહ્યા છે. તો બીજી તરફ વનવિભાગ આવા દીપડાઓને નિયંત્રિત કરવામાં નિષ્ફળ રહી હોવાનો આક્ષેપ પણ ધારાસભ્ય કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તહેવારોના સમયમાં દીપડાના ભયથી ગામલોકો થર થર કાંપી રહ્યા છે. ત્યારે વનવિભાગ આવા આદમખોર દીપડાને તાકિદે પાંજરે પુરીને ગામલોકોને તહેવારના સમયમાં દિપડાની દહેશતમાંથી મુક્તિ અપાવે તેવી માગ કરી હતી. તેમજ ચીમકી ઉચ્ચારતાં કહ્યું હતું કે, જો વન વિભાગ અને તંત્ર આવા આદમખોર દીપડાના નિયંત્રણ માટે કોઈ નક્કર કાર્યવાહી નહીં કરે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચિમકી પણ હર્ષદ રિબડિયાએ ઉચ્ચારી હતી.

Intro:વિસાવદરમાં દીપડા દ્વારા કરવામાં આવેલા હુમલાને લઇને સ્થાનિક ધારાસભ્ય આવ્યા મેદાનમાં મામલતદારને આપ્યું આવેદનપત્ર Body:જૂનાગઢ અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વધી રહેલા દીપડાના હુમલાને લઈને વિસાવદરના સ્થાનિક ધારાસભ્ય હર્ષદ રિબડીયા એ રોષભેર મામલતદારને આવેદનપત્ર આપીને વનવિભાગ આદમખોર દીપડાને તાકિદે પાંજરે પુરી અને તહેવારોના સમયમાં ગામલોકોને ભય માંથી મુક્તિ અપાવે તેવી માંગ કરી હતી

છેલ્લા એક મહિનાથી જૂનાગઢ અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના કેટલાક તાલુકાઓમાં આદમખોર દીપડાએ હાહાકાર મચાવ્યો છે ગઈકાલે વિસાવદર તાલુકાના નાની પીંડાખાઈ ગામમાં ઘરમાં સુઈ રહેલા આધેડ પર દીપડાએ હુમલો કરીને ક્રૂરતાપૂર્વક તેને મોતને ઘાટ ઉતાર્યા હતા 10 દિવસ પહેલા અમરેલી જિલ્લાના મોણવેલ અને ચાપાથળ ગામ માં લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા તો બીજી તરફ ગીર સોમનાથના કોડીનારમાં પણ દિપડાએ ઘાતકી હુમલો કરીને એક વૃદ્ધ અને બાળકીને મોતને ઘાટ ઉતાર્યા હતા દીપડાના સતત વધી રહેલા હુમલાના કારણે ત્રણ જિલ્લાના કેટલાક ગામોમાં લોકો દીપડાના ભયથી થર-થર કાંપી રહ્યા છે રાત્રિનો સમય તો ઠીક પણ દિવસ દરમિયાન પણ દીપડાના ભયને કારણે ગામ લોકો ઘરની બહાર કે ખેતરમાં જઇ શકતા નથી જેને લઇને વિસાવદરના સ્થાનિક કોંગી ધારાસભ્ય હર્ષદ રિબડીયા એ આજે વિસાવદર મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું ધારાસભ્યએ વનવિભાગ અને તંત્ર પર બેદરકારીનો આક્ષેપ પણ કર્યો હતો એક તરફ દીપડાઓ સતત હુમલાઓ કરી રહ્યા છે તો બીજી તરફ વનવિભાગ આવા દીપડાઓને નિયંત્રિત કરવામાં નિષ્ફળ રહી હોવાનો આક્ષેપ પણ ધારાસભ્ય કર્યો હતો રીબડીયા એ વધુમાં જણાવ્યું હતું કે તહેવારોના સમયમાં દીપડાના ભયથી ગામલોકો થર થર કાંપી રહ્યા છે ત્યારે વનવિભાગ આવા આદમખોર દીપડાને તાકિદે પાંજરે પુરીને ગામલોકોને તહેવારના સમયમાં દિપડાની દહેસત માંથી મુક્તિ અપાવે તેવી માંગ કરી હતી તેમજ ચીમકી ઉચ્ચારતાં કહ્યું હતું કે જો વન વિભાગ અને તંત્ર આવા આદમખોર દીપડાને નિયંત્રણ માટે કોઈ નક્કર કાર્યવાહી નહીં કરે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચિમકી પણ હર્ષદ રિબડિયા એ ઉચ્ચારી હતી

બાઈટ 1 હર્ષદ રિબડિયા કોંગી ધારાસભ્ય વિસાવદર Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.