- ગીર જંગલમાંથી બ્રોડગેજ લાઇન પસાર કરવી સિંહો માટે અતિ જોખમી
- સરકારના સંભવિત પગલા સામે સિંહ પ્રેમીઓની ચીમકી
- સરકાર જંગલમાંથી બ્રોડગેજ રેલવે લાઈનને પસાર ન કરે
- જંગલમાંથી બ્રોડગેજ રેલવે લાઇન પસાર થતા સિંહના અકસ્માતે મૃત્યુની શંકા પણ વ્યક્ત કરાઈ
- નેચર કલબ સહિત પર્યાવરણ અને પ્રકૃતિ પ્રેમીઓમાં ભારે રોષ
જૂનાગઢઃ સરકાર દ્વારા જૂનાગઢ દેલવાડા લાઈનને બ્રોડગેજમાં પરિવર્ત કરવાની સંભવિત કાર્યવાહી સામે ગીર લાયન નેચર કલબ સહિત પર્યાવરણ અને પ્રકૃતિ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો સરકાર ગીરના જંગલમાંથી બ્રોડગેજ રેલવે લાઈનને પસાર કરવાની હિંમત કરશે. તો સિંહ પ્રેમીઓ આંદોલનનો માર્ગ અપનાવીને જંગલને પ્રદૂષિત થતું અટકાવવા માટે ઉગ્ર આંદોલન કરશે. તેવી ચીમકી ઉચ્ચારી હતી.
બ્રોડગેજ લાઇન ને લઈને વિચાર વિમર્સ
ગીર જંગલમાંથી રેલવેની બ્રોડગેજ લાઇન ને લઈને સરકાર દ્વારા ગંભીર વિચાર વિમર્સ હાથ ધરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં અહીંથી પસાર થતી જૂનાગઢ દેલવાડા મીટરગેજ રેલ્વે લાઈન ની જગ્યા પર બ્રોડગેજ રેલવે લાઇન પસાર કરવાનો રાજ્ય સરકાર તેમજ રેલવે વિભાગ અને કેન્દ્ર સરકાર ગંભીરતાપૂર્વક વિચારીને આગળ વધી રહી છે. જેની સામે હવે સિંહ પ્રેમીઓ જોવા મળી રહ્યા છે. સરકારની સંભવિત કાર્યવાહી સામે સિંહ પ્રેમીઓ બ્રોડગેજ લાઇનને લઈને વિરોધ કરી રહ્યા છે. વધુમાં સિંહ પ્રેમીઓ એવી ચીમકી પણ ઉચ્ચારી રહ્યાં છે.
બ્રોડગેજ રેલવે લાઇનથી મોટુ નુકસાન થવાની સંભાવના
આઝાદી પહેલાંથી જૂનાગઢ દેલવાડા મીટર ગેજ ટ્રેન ચાલી રહી છે આટલા સમયથી ટ્રેન ચાલુ હોવાને કારણે આ માર્ગ પર એકમાત્ર અકસ્માત સર્જાયો છે જેમાં એક સિંહનું મોત થયું છે જેની સામે પીપાવાવ ભાવનગર અને પીપાવાવ અમરેલી રૂટ પર બ્રોડગેજ રેલવે લાઇન નાખવામાં આવતાં પાછલા ત્રણ ચાર વર્ષમાં ૧૬ જેટલા સિંહોના ટ્રેન અકસ્માતમાં મોત થયા છે જેને લઇને સિંહ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો, ત્યારે હવે કેન્દ્ર અને રાજ્ય સરકારની સાથે રેલવે વિભાગ ગીરના જંગલની મધ્યેથી રેલવે લાઇન પસાર કરવાનું વિચારી રહી છે, ત્યારે જે પ્રમાણે અકસ્માતોમાં પીપાવાવ લાઇન પર સિંહોએ જીવ ગુમાવ્યો છે. તે જ પ્રકારે આ માર્ગ પર પણ જો બ્રોડગેજ લાઇન શરૂ કરવામાં આવે તો સિંહ ના અકસ્માતની ખુબ મોટી સંખ્યામાં વધી શકે છે જેનો વિરોધ કરીને સિંહ પ્રેમીઓ ગીરના જંગલની મધ્યથી બ્રોડગેજ રેલવે લાઇન પસાર નહીં કરવાનો કેન્દ્ર અને રાજ્ય સરકારને સૂચન કરી રહ્યા છે.