- જૂનાગઢના સિનિયર કોર્પોરેટર વિજય વોરા નું દુઃખદ નિધન
- કોર્પોરેટરનું દુઃખદ નિધન થતાં કોર્પોરેશનમાં શોકનો માહોલ
- હૃદય અને કિડનીની બિમારીને લઈને રાજકોટમાં લઇ રહ્યા હતા સારવાર
જૂનાગઢ : મ્યુનિસિપલ કોર્પોરેશનના સિનિયર કોર્પોરેટર વિજય વોરાનુ દુઃખદ અવસાન થતાં જૂનાગઢમાં શોકનો માહોલ ફેલાઇ ગયો હતો. વિજય વોરા પાછલાં એક અઠવાડિયાથી કિડની અને હૃદયની બીમારીને લઇને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. ત્યાં તેમની ટૂંકી સારવાર બાદ નિધન થયું છે.
જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સિનિયર કોર્પોરેટર તરીકે વર્ષોથી ચૂંટાતા આવતા અને પ્રજાના કોર્પોરેટર તરીકેની જૂનાગઢ કોર્પોરેશનમાં છાપ ધરાવતા વિજય વોરાનું દુઃખદ અવસાન થતાં કોર્પોરેશનમાં શોકનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો. છેલ્લા એક અઠવાડિયાથી વિજય વોરા કિડની અને હૃદયની બીમારીને લઇને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. જ્યાં આજે તેમનુ ટૂંકી સારવાર બાદ દુઃખદ નિધન થતાં જૂનાગઢમાં શોકનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો.
કોર્પોરેટરનું દુઃખદ નિધન થતા જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શોકની લાગણી ફેલાઈ
વિજય વોરા જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લડાયક અને પ્રજાના પ્રશ્નોને વાચા આપનાર કોર્પોરેટરની છાપ ધરાવતા હતા. વિજય વોરા કોંગ્રેસ અપક્ષ ભાજપ અને હાલમાં એનસીપીમાંથી પણ કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા. વિજય વોરા પ્રજાના પ્રશ્નોને લઈને મનપાના સત્તાધીશોને અધિકારીઓ સામે પણ ઉગ્ર અને આકરા મિજાજમાં રજૂઆત કરવા માટે કોર્પોરેશનમાં પણ જાણીતા હતા. વિજય વોરાની ગણતરી અભ્યાસુ અને પ્રજાના પ્રશ્નોનો પૂરતો અભ્યાસ કર્યા બાદ જનરલ બોર્ડમાં સચોટ રજૂઆત કરનાર કોર્પોરેટર તરીકે પણ તેમની ઓળખ હતી. કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓ પણ વિજય વોરાને માન સાથે જોતા હતા. આવા એક લડાયક અને અભ્યાસુ કોર્પોરેટરનું દુઃખદ નિધન થતા જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે.