જેમાં બુધવારે સિંહોની પજવણી કરવામાં આવતી હોય તેવો વીડિયો વાયરલ થયો હતો. જેને લઈને વન વિભાગ હરકતમાં આવ્યું હતું. આ વાયરલ થયેલા વીડિયોમાં એક બાઈક પાછળ મૃત પશુને બાંધીને સિંહને પરેશાન કરવામાં આવતા હતા. જે વીડિયો વાયરલ થયા બાદ વન વિભાગના અધિકારીઓ હરકતમાં આવ્યા હતા અને વીડિયો જોતા તે થોડા દિવસો પહેલાનો અને આરોપી પૈકી એક યુવાનને પકડી પાડવામાં આવ્યો હોવાથી અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.
આ વીડિયો અમરેલી જિલ્લાનો હોવાનું અધિકારીઓ દ્વારા સ્વીકરવામાં આવ્યું છે. તેમજ તેમાં દેખાતા યુવાનો પૈકી એક યુવાનને પકડી પાડવામાં આવ્યો છે. તેમજ બીજા યુવાનોને પકડવાની દિશામાં વન વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને પકડાયેલો યુવાન કયા ગામનો છે અને વીડિયો કઈ જગ્યાએ ઉતારવામાં આવ્યો છે, તેને લઈને વન વિભાગ વધુ તપાસ કરી રહ્યું છે. આ વનવિભાગના અધિકારીઓ તમામ આરોપી યુવાનો સુધી પહોંચી ગયું છે, પરંતુ તપાસમાં કોઈ ખલેલ ન પહોંચે તેને લઈને કેટલીક વિગતો તપાસના ભાગરૂપે ખાનગી રાખવામાં આવી છે. જેના પરથી વન વિભાગ આગામી દિવસોમાં પડદો ઊંચકશે.