જૂનાગઢ : આદિ અનાદિ કાળથી હિંદુ ધર્મ સંસ્કૃતિમાં અનુસાર રાળ ઉત્સવ (Resin Festival Celebrated) મનાવવામાં આવતો રહ્યો છે. ત્યારે ગિરનારની તળેટીમાં આવેલા રાધા દામોદરજી મંદિરમાં પરંપરાગત રીતે રાળ ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. આ રાળ ઉત્સવનું વૈષ્ણવ સંપ્રદાયમાં ખૂબ જ મહત્ત્વ જોવા મળે છે. તેવી ધાર્મિક પરંપરા મુજબ તળેટીમાં આવેલા રાધા દામોદરનું મંદિરમાં (Radha Damodar Temple) વૈષ્ણવોએ પરંપરાગત અને ધાર્મિક વિધિ વિધાન સાથે રાળ ઉત્સવ મનાવ્યો હતો. અગિયારસથી હોલિકાના દિવસ સુધી એક સપ્તાહ સુધી અલગ અલગ ધાર્મિક ઉત્સવનું આયોજન થતું હોય છે. જેના ભાગરૂપે હોલિકા તહેવારની ધાર્મિક પરંપરા અનુસાર રાળ ઉત્સવથી શરૂઆત થઇ છે.
આ પણ વાંચો : Prabhas Tirth Kshetra: પ્રભાસ તીર્થના સુવર્ણ કાળ સમા સૂર્ય મંદિરોને પુનઃ સ્થાપન કરવા વડાપ્રધાનના આદેશથી કરાઇ શરૂઆત
રાળ ઉત્સવને ગોપીઓના વિરહના તહેવાર તરીકે પણ ઉજવવામાં આવે છે - રાળ ઉત્સવ આદિ અનાદિ કાળથી કૃષ્ણ પરંપરા અને તેની લીલાઓ સાથે જોડાયેલો જોવા મળે છે. વૈષ્ણવ સંપ્રદાયમાં રાળ ઉત્સવને વિરહના ઉત્સવ (Significance of Resin Festival) તરીકે પણ ઉજવવામાં આવે છે. હિન્દુ ધાર્મિક પરંપરા મુજબ ભગવાન શ્રીકૃષ્ણના વિરહમાં ઝૂરતી ગોપીઓ આજના દિવસે રાળ ઉત્સવ મનાવીને શ્રી હરિના વિરહની યાદમાં તેને ઉત્સવના ભાગરૂપે મનાવતી હોય છે.
આ પણ વાંચો : 75 Years of Independence: ગુલામીના યુગથી લઇને આઝાદીની સવાર સુધી... અનેક ઘટનાઓનો સાક્ષી છે ચાંદની ચોક
શિયાળો અને ઉનાળાની મિશ્ર ઋતુ - વૈષ્ણવ સંપ્રદાયમાં રાળ ઉત્સવને વિરહના ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ રાળ ઉત્સવ ખૂબ મહત્વ ધરાવે છે. આ સમય દરમિયાન શિયાળો અને ઉનાળાની મિશ્ર ઋતુ હોય છે. આવા સમયે વાતાવરણમાં તંદુરસ્તીને હાનિકારક જંતુઓ નાશ થાય તેવા હેતુ સાથે પણ આદિ અનાદિ કાળથી રાળ ઉત્સવ મનાવવાની શરૂઆત થઈ હશે. તેથી વૈષ્ણવો કૃષ્ણના બિહારમાં ઝુરતી ગોપીઓના વિરહના પ્રસંગ રૂપે રાળ ઉત્સવને ધાર્મિક વિધિ વિધાન સાથે ઉજવ્યો હતો.