ETV Bharat / state

Sita Navami 2023: વૈશાખ સુદ નવમી એટલે સીતા માતાનો પ્રાગટ્ય દિવસ, માતાનો જન્મ થતાં જનકપુરમાં દુષ્કાળ થયો દૂર

વૈશાખ સુદ નવમી એટલે કે સીતા માતાનો પ્રાગટ્ય દિવસ છે. નેપાળમાં જનકપુરીના રાજા જનક દ્વારા દુષ્કાળ દુર કરવા ઈન્દ્રદેવને રીઝવતા હતા. તે સમયે જમીનમાંથી સીતા માતાનું પ્રાગટ્ય થયું હતું. સીતા માતાનું જમીનમાંથી પ્રાગટ્ય થતાં સમગ્ર પંથકમાં દુષ્કાળ દૂર થઈ ગયો હતો.

Sita Mata : વૈશાખ સુદ નવમી એટલે સીતા માતાનો પ્રાગટ્ય દિવસ, માતાનો જન્મ થતાં જનકપુરમાં દુષ્કાળ થયો દૂર

author img

By

Published : Apr 29, 2023, 5:57 AM IST

Updated : Apr 29, 2023, 9:57 AM IST

જૂનાગઢ : હિન્દુ કેલેન્ડર મુજબ વૈશાખ સુદ નવમી એટલે કે જાનકી માતાનો પ્રાગટ્ય દિવસ છે. નેપાળના જનકપુરમાં સીતા માતાનું પ્રાગટ્ય થયું હતું. જનકપુર મીથાલી રાજ્યની રાજધાની હતી જે પ્રાચીન ભારત સાથે જોડાયેલી હતી. જનક રાજા જનકપુરમાં જનક પરંપરાના 21માં રાજા હતા અને તેનું નામ સીરધ્વજ જનક હતું. સીરધ્વજ જનક પરમ શિવભક્ત હતા. શિવની ભક્તિ જનક રાજાને એટલી હદે ફળી કે મહાદેવ સ્વયમ આવીને તેમનું ધનુષ્ય સીરધ્વજ જનકને અર્પણ કર્યું હતું, ત્યારથી શિવનું ધનુષ જનક રાજા પાસે જોવા મળતુ હતું. આ સમય દરમિયાન સીતામાતાએ પૂજાનો રૂમ સાફ કરતી વખતે શિવ ધનુષ ને એક હાથે ઊંચક્યું જોઈને રાજા જનક ચોંકી ઉઠયા હતા. તે સમયે જનક રાજાએ નક્કી કર્યું હતું કે જે પરાક્રમી કુમાર શિવ ધનુષની પ્રત્યંચાને ચડાવશે તેની સાથે સીતાનો સ્વયંવર યોજાશે.

રામે શિવ ધનુષને તોડ્યું : જનક રાજાએ સીતાના સ્વયંવર દરમિયાન શિવ ધનુષની પ્રત્યંચા જે કુમાર ચઢાવશે તેની સાથે સીતાનો સ્વયંવર યોજાશે. આ સ્વયંવરમાં અનેક પરાક્રમી યોદ્ધાઓ અને રાજકુમારો જોડાયા હતા, પરંતુ શિવ ધનુષની પ્રત્યંચા ચડાવવાનુ તો દૂર પરંતુ શિવ ધનુષ્ય ઉચકી શકવામાં પણ રાજકુમારો નિષ્ફળ રહ્યા હતા. આવા સમયે રામે શિવ ધનુષની પ્રત્યંચા ચઢાવવાની સાથે શિવ ધનુષ્ય ઊંચકીને તેના બે ટુકડા કરી નાખ્યા હતા. રામ આટલા પરાક્રમી યોદ્ધા છે તે જોઈને જનક રાજાએ સીતાના સ્વયંવર રામ સાથે કરવાનું નક્કી કર્યું હતું.

આ પણ વાંચો : આજે વૈશાખ સુદ ચોથ એટલે કે વિષ્ણુના અવતાર નૃસિંહની જયંતિ, જાણો આ ખાસ વાત

જનકપુરમાં આવેલું સીતા મંદિર : મિથિલા રાજ્યના જનકપુરમાં આવેલું અને હાલ નેપાળ દેશમાં જોવા મળતું સીતા માતાનું મંદિર નવલખા મંદિર તરીકે પ્રખ્યાત છે. ટીકમગઢના મહારાણી વૃષભ કુમારીએ નવ લાખ રૂપિયામાં જાનકી મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. જેથી તેને નવલખા મંદિર તરીકે પૂજવામાં આવે છે. માતા જાનકી લક્ષ્મીના સ્વરૂપ સમાન છે. જાનકીનું પ્રાગટ્ય કોઈ માતાના ગર્ભમાંથી નહીં, પરંતુ દિવ્ય સ્વરૂપે આ સૃષ્ટિમાં પ્રગટ થયા હતા. તેવી ધાર્મિક ગ્રંથોમાં જોવા મળતી માન્યતાઓ મુજબ સીતા માતાના જનકપુરમાં પ્રાગટ્ય થયા બાદ અહીંનો દુષ્કાળ દૂર થયો હતો.

આ પણ વાંચો : Bageshwar Dham: જો તમારે ભારતમાં રહેવું હોય તો સીતા રામ કહેવું પડશે

સીતા માતાનું પ્રાગટ્ય જમીનમાંથી થયું : મિથિલા નરેશ રાજા જનક તેમના પ્રાંતમાં પડેલા દુષ્કાળથી ખૂબ ચિંતિત અને વ્યથિત હતા. જનક રાજાએ દુષ્કાળ દૂર કરવા માટે ઋષિ-મુનિઓ અને વિદ્વાનોની સભા બોલાવી તેમાં તેમના મતો જાણવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે ઋષિ-મુનિઓ અને વિદ્વાનોની હાજરીમાં કહ્યું હતું કે તે પોતે ધર્મ અનુસાર શાસન કરે છે. તેમ છતાં રાજ્યમાં દુષ્કાળની સ્થિતિ તેમને મનોવ્યથિત કરી મૂકે છે, ત્યારે ઋષિ-મુનિઓએ જનક રાજાને સુચન કર્યું હતું કે તે પોતે તેમના હાથે હળ ચલાવીને ખેતી કરે તો ઇન્દ્રદેવની કૃપા પામી શકાય તેમ છે અને પ્રાંતનો દુષ્કાળ દૂર થશે. રાજા જનક દુષ્કાળ દૂર કરવા માટે ખેતીની જમીન ખેડી રહ્યા હતા. આવા સમયે એ હળ ખેતરમાં એક જગ્યા પર અટકી પડ્યું. રાજા જનકે તે જમીનમાં ખોદાણ કરતા અંદરથી સીતા માતાનો પ્રાગટ્ય થયું ત્યારથી સીતા માતા જનક રાજાના પુત્રી તરીકે આજે સમગ્ર જગતમાં પુજાઇ રહ્યા છે.

Last Updated : Apr 29, 2023, 9:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.