ETV Bharat / state

જૂનાગઢમાં ઉપલા દાતાર મંદિર ખુલ્યું, વન વિભાગે માર્ગ પરનો દરવાજો બંધ રાખતા મહંત અને ભક્તોમાં રોષ - કોરોના વાઈરસ

સરકારે આપેલી મંજૂરી બાદ 80 દિવસ પછી ઉપલા દાતાર મંદિર ખુલ્યું હતું, પરંતુ વન વિભાગે ગેટ રાખ્યો બંધ રાખવાના કારણે ભક્તો મંદિરમાં દર્શન કરવા જઈ શકતા નથી. જેથી મહંત તેમજ ભક્તોમાં રોષ જોવા મળ્યો હતો.

Uppale Datar temple
Uppale Datar temple
author img

By

Published : Jun 9, 2020, 10:57 PM IST

જૂનાગઢઃ છેલ્લા 80 દિવસથી બંધ રહેલું દાતાર પર્વત પર આવેલું દાતાર મંદિર ખુલ્યું છે. જો કે, આ મંદિર આરક્ષિત જંગલ વિસ્તારમાં આવતું હોવાને કારણે વન વિભાગે માર્ગ પરનો દરવાજો બંધ રાખ્યો છે. આ જગ્યાના મહંત અને દાતારના સેવકોમાં વન વિભાગ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ન વિભાગે માર્ગ પરનો દરવાજો બંધ રાખતા મહંત અને ભક્તોમાં રોષ

લોકડાઉનના સમયમાં દેશના તમામ ધાર્મિક સ્થાનો બંધ રાખવામાં આવ્યા હતા. ત્યારે અનલોક-1માં ધાર્મિક સ્થાનોને ખોલવા માટેની શરતી મંજૂરી આપવામાં આવી છે. જેને લઇને જૂનાગઢના દાતાર પર્વત પર આવેલું ઉપલા દાતાર મંદિર ખૂલી ચૂક્યું છે, પરંતુ પર્વત પર જવાનો માર્ગ વન વિભાગ દ્વારા હજૂ પણ બંધ રાખવામાં આવતા જગ્યાના મહંત અને ઉપલા દાતારના સેવકોમાં વન વિભાગ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Uppale Datar temple
વન વિભાગના અધિકારીઓએ ETV Bharat સાથે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, સરકાર મંજૂરી આપે તો જ આ માર્ગ ખુલી શકે

રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા જે પ્રકારે છૂટછાટો આપવામાં આવી છે. તે મુજબ મોટા ભાગના મંદિરો ખુલી ચુક્યા છે. જે નિયમો અંતર્ગત દાતાર પર્વત પર આવેલું દાતાર મંદિર પણ ખૂલ્યું છે, પરંતુ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વન વિસ્તારને સમગ્ર દેશમાં ખોલવાની મંજૂરી આપવામાં આવી નથી. જેને લઇને દાતાર પર્વત પર જવા માટે આરક્ષિત જંગલમાંથી પસાર થવું પડે છે. ત્યારે દાતાર પર્વતની તળેટીમાં વન વિભાગે તેની ચેકપોસ્ટ બનાવી છે. આ રસ્તો હજૂ સુધી બંધ રાખવામાં આવ્યો છે. સમગ્ર મામલાને લઈને વન વિભાગના અધિકારીઓએ ETV Bharat સાથે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, સરકાર મંજૂરી આપે તો જ આ માર્ગ ખુલી શકે.

કાયદાની આંટીઘૂંટીમાં મંદિરના દ્વાર તો ખુલી ચુક્યા છે, પરંતુ મંદિર સુધી પહોંચવા માટેના પ્રથમ પગથિયા નજીક બનાવવામાં આવેલી ચેક પોસ્ટ અને ત્યાં ઉભો કરવામાં આવેલો દરવાજો વન વિભાગે હજૂ સુધી ખોલ્યો નથી. જેને લઇને ઉપલા દાતારના મહંત ભીમ બાપુ અને દાતારના સેવકોમાં વન વિભાગ સામે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. જો આગામી દિવસોમાં વન વિભાગ દરવાજો ખોલવાને લઈને કોઇ અંતિમ નિર્ણય નહીં કરે તો દાતારના મહંત અને સેવકો ઉપવાસ પર ઊતરી જશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.