ETV Bharat / state

Uparkot Fort Reopen : જૂનાગઢના ઉપરકોટ કિલ્લાની જોડિયા તોપનું ઐતિહાસિક મહત્વ, કિલ્લો પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો - Junagadh Uparkot Fort history

જૂનાગઢનો ઉપરકોટ કિલ્લો ફરી એકવાર પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. નોંધનીય છે કે, 500 વર્ષ પૂર્વે તુર્કીમાં બનેલી નીલમ અને માણેક તોપ આજે પણ ઉપરકોટના કિલ્લામાં મહત્વના ઐતિહાસિક ધરોહર ધરાવતા સ્મારક તરીકે જોવા મળે છે. ત્યારે ચાર વર્ષ બાદ ફરી એક વખત પ્રવાસીઓ નીલમ અને માણેક તોપ સહિત ઐતિહાસિક કિલ્લાને જોઈને ઈતિહાસથી રૂબરૂ થઈ રહ્યા છે.

Uparkot Fort Reopen
Uparkot Fort Reopen
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 29, 2023, 5:46 PM IST

Uparkot Fort Reopen

જૂનાગઢ : આજથી જૂનાગઢનો ઉપરકોટ કિલ્લો પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. ચાર વર્ષ બાદ ફરી એકવાર કિલ્લામાં મુલાકાતીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. ઉપરકોટ કિલ્લામાં રાખવામાં આવેલ નીલમ અને માણેક તોપ ઐતિહાસિક મહત્વ ધરાવે છે. કહેવાય છે કે, જૂનાગઢના રાજા મહંમદ બેગડાએ નીલમ અને માણેક નામની જોડિયા તોપને દીવના કિલ્લામાંથી જૂનાગઢ કિલ્લામાં સ્થળાંતરિત કરી હતી. ત્યારથી આ બંને તો ઉપરકોટના કિલ્લામાં જોવા મળે છે. પ્રવાસીઓ નીલમ અને માણેક તોપ સહિત ઐતિહાસિક કિલ્લાને જોઈને ઈતિહાસથી રૂબરૂ થઈ રહ્યા છે.

કિલ્લો પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો
કિલ્લો પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો

ઉપરકોટ કિલ્લાની જોડિયા તોપ : મહંમદ બેગડો જ્યારે જૂનાગઢ પર સત્તા ભોગવતો ત્યારે આ બંને તોપને દીવના કિલ્લામાંથી જૂનાગઢ લાવવામાં આવી હોવાનો ઇતિહાસ ઉલ્લેખ છે. આ પ્રકારની તોપ રાજા રજવાડાઓના સમયમાં આક્રમણકારી અને અન્ય રાજાઓને ડરાવવા માટે કિલ્લા પર સતત તૈનાત રાખવામાં આવતી હતી. નીલમ અને માણેક તોપને પોલ્યુશન તોપ તરીકે પણ ઇતિહાસમાં ઓળખવામાં આવે છે.

નીલમ અને માણેક જોડિયા તોપ મહંમદ બેગડાના સમયમાં ઉપરકોટના કિલ્લામાં લાવવામાં આવી હતી. આ તોપ આજે પણ પ્રવાસીઓના આકર્ષણનું પ્રથમ કેન્દ્ર બને છે. 500 વર્ષ પૂર્વે તુર્કીમાં પંચ ધાતુમાંથી તોપને બનાવવામાં આવી છે. ઉપરકોટ કિલ્લાના ઈતિહાસમાં આ તોપનો ઉલ્લેખ છે. -- પુરુષોત્તમ જુમાણી (ગાઈડ, ઉપરકોટ કિલ્લો)

તોપનો રસપ્રદ ઈતિહાસ : નીલમ અને માણેક તોપનો ઇતિહાસ પણ ખૂબ જ રસપ્રદ છે. જૂનાગઢના ઉપરકોટના કિલ્લામાં રાખવામાં આવેલ આ તોપનો ક્યારેય કોઈ પણ જગ્યાએ યુદ્ધ અથવા આક્રમણ માટે ઉપયોગ કરવામાં આવ્યો નથી. જેને કારણે પણ નીલમ અને માણેક તોપનો ઉલ્લેખ ઈતિહાસમાં જોવા મળે છે. આ પ્રકારની ખૂબ ઓછી તોપ અસ્તિત્વમાં હશે કે, જેનો કોઈ પણ યુદ્ધ કે આક્રમણના સમયમાં ઉપયોગ કરવામાં આવ્યો નથી.

500 વર્ષ જૂની તુર્કી તોપ : આજથી 500 વર્ષ પૂર્વે પાંચ ધાતુમાંથી નીલમ અને માણેક તોપનું નિર્માણ તુર્કિસ્તાનમાં કરવામાં આવ્યું હોવાની ઇતિહાસમાં નોંધ છે. આ બંને તોપ આજે ફરી એક વખત પ્રવાસીઓ માટે ખુલ્લી મુકવામાં આવી છે. જે જૂનાગઢની સાથે રાજા રજવાડાઓના ઇતિહાસને સમેટીને 500 વર્ષથી ઉપરકોટના કિલ્લામાં અડીખમ જોવા મળે છે.

  1. Uparkot Fort of Junagadh : ઉપરકોટના રીસ્ટોરેશનમાં સૌથી મોટી ખામી આવી સામે, પ્રવાસીઓને પીવાના પાણીની નથી કોઈ વ્યવસ્થા
  2. Junagadh Uparkot Fort: ઉપરકોટ કિલ્લાના રિનોવેશન બાદ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.