જૂનાગઢ: ઉનાળો છે કે ચોમાસુ હવે એ ખબર પડી રહી નથી. જાણે ચોમાસામાં વરસાદ અંધારે તેમ સતત વરસાદી વાદળો જોવા મળી રહ્યા છે. ચોમાસાની જેમ એક પછી એક આગાહી આવી રહી છે. હવે તો એવું લાગે છે લગ્નના મુહૂર્ત હવે બ્રાહ્મણ પાસે નહીં પરંતુ અંબાલાલ પટેલ પાસે જોવરાવા પડશે. કેમકે એક બાજૂ લગ્નની સિઝન આવી રહી છે. તો બીજી બાજૂ વરસાદની આગાહીના દોર એક પછી એક યથાવત છે. ખેડૂતોના માથે અણધારી આફત આવી છે. પરંતુ તેની અસર સમગ્ર ભારતમાં જોવા મળશે. કારણ કે 60 ટકાથી વધારે વસ્તી ખેતી પર આધારીત છે.
વરસાદનો ખતરો: ફરી એક વખત સૌરાષ્ટ્ર પર કમોસમી વરસાદનો ખતરો ઉભો થયો છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાન તરફથી સર્જાઈ રહેલા પશ્ચિમી વિક્ષેપ ના કારણે કમોસમી વરસાદની સિસ્ટમ રાજસ્થાનમાં કેન્દ્રીત થશે. જેને લઈને 30 એપ્રિલ બાદ 24 કલાક સુધી વરસાદ પડવાની હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી છે. ફરી એક વખત કમોસમી વરસાદનો મારપાકિસ્તાન અને અફઘાનિસ્તાન તરફ સર્જાયેલા પશ્ચિમની વિક્ષેપના કારણે ફરી એક વખત 30 મી એપ્રિલ અને ત્યારબાદના 24 કલાક દરમિયાન વરસાદની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
આકરી ગરમી: પશ્ચિમી વિક્ષેપના કારણે રાજસ્થાન તરફ સાયકલોનીક સિસ્ટમ ઊભી થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જેને કારણે 30 મી તારીખ ની મધ્યરાત્રી થી પશ્ચિમી વિક્ષેપના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અને કચ્છ સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને ઉત્તર સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ 48 કલાક બાદ દૂર થતાં ફરી એક વખત આકરી ગરમી પડવાની શરૂઆત પણ થશે.
કમોસમી વરસાદ થવાની શક્યતાઓ: કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્રમાં શક્યતાપાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં સર્જાયેલા પશ્ચિમની વિક્ષેપ ને કારણે રાજસ્થાન 30મી એપ્રિલ થી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બંધાવવાની શરૂઆત થશે. જેની અસર નીચે 48 કલાક સુધી કમોસમી વરસાદની શક્યતાઓ વ્યક્ત થઇ રહી છે. આ સિસ્ટમની અસર સૌરાષ્ટ્ર અને કચ્છમાં ખાસ જોવા મળશે. ખાસ કરીને ઉત્તર સૌરાષ્ટ્રના રાજકોટ જામનગર અને મોરબી જિલ્લામાં પશ્ચિમી વિક્ષેપને કારણે કમોસમી વરસાદ થવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ત્યારબાદ વાતાવરણ નિયમિત બનતા ઉનાળાનો અનુભવ લોકો કરશે. 31મી માર્ચ બાદ ફરીથી અંગ દજાડતી ગરમીની સાથે ઉનાળાની શરૂઆત થશે.