ETV Bharat / state

શ્રાવણ માસમાં અનોખી શિવ ભક્તિ, જૂનાગઢમાં મિલ્ક બેંક દ્વારા શિવ આરાધના

જૂનાગઢ જિલ્લમાં પાછલા આઠ વર્ષથી અનોખી મિલ્ક બેંક ચાલી રહી છે. જેમાં શિવભક્તો પવિત્ર શ્રાવણ માસમાં શિવાલયોમાં ભગવાન શિવ પર કરવામાં આવતા દૂધના અભિષેકમાંથી કેટલું દૂધ દાન રૂપે અર્પણ કરે છે. ત્યારે જૂનાગઢમાં શ્રાવણ મહિનામાં શિવ મંદિરોમાં મિલ્ક બેંક મૂકીને ભક્તો દ્વારા આપવામાં આવેલું દૂધ એકઠું કરવામાં આવે છે ત્યારે ઓન્લી ઇન્ડિયન સંસ્થા દૂધ મેળવીને સામાજિક પછાત વિસ્તારોમાં જઈને બાળકો અને મહિલાઓને તે આપીને સેવાનું કામ કરી રહ્યા છે.

શ્રાવણ મસમાં અનોખી શિવ ભક્તિ, જૂનાગઢમાં મિલ્ક બેંક દ્વારા શિવ આરાધના

author img

By

Published : Sep 6, 2021, 2:00 PM IST

Updated : Sep 6, 2021, 3:32 PM IST

  • જૂનાગઢમાં પાછલા આઠ વર્ષથી સેવા આપતી અનોખી મિલ્ક બેંક
  • શિવને અભિષેક કર્યા બાદ દૂધ મિલ્ક બેંકમાં અર્પણ કરાય છે
  • બેંકમાં એકઠું થયેલું દૂધ ગરીબ, જરૂરિયાતમંદ, કુપોષિત બાળકોને કરાઇ છે વિતરણ

જૂનાગઢ: જિલ્લમાં પાછલા આઠ વર્ષથી ચાલી રહી છે અનોખી મિલ્ક બેંક પવિત્ર શ્રાવણ માસમાં શિવાલયોમાં ભગવાન શિવ પર કરવામાં આવતા દૂધના અભિષેકમાંથી કેટલું દૂધ મિલ્ક બેંકમાં શિવભક્તો દ્વારા દાન રૂપે અર્પણ કરવામાં આવે છે. આ દૂધ જરૂરીયાત મંદ ગરીબ અને બીમાર લોકોને મદદરૂપ થવા તેનું વિતરણ કરવામાં આવે છે. શ્રાવણમાસ દરમિયાન શિવભક્તો ભગવાન ભોળાનાથને રિઝવવા માટે દૂધનો અભિષેક કરતા હોય છે મોટા ભાગનું દૂધ વ્યર્થ થઈ જાય છે પરંતુ જૂનાગઢમાં શ્રાવણ મહિનામાં શિવ મંદિરોમાં મિલ્ક બેંક મૂકીને ભક્તો દ્વારા આપવામાં આવેલું દૂધ એકઠું કરવામાં આવે છે, ત્યારે ઓન્લી ઇન્ડિયન સંસ્થા દૂધ મેળવીને સામાજિક પછાત વિસ્તારોમાં જઈને બાળકો અને મહિલાઓને તે આપીને સેવાનું કામ કરી રહ્યા છે.

આ પણ વાંચો: ભગવાન શિવના ભક્તની લગની: 470 છબીઓ બનાવનાર શિવભક્ત હસમુખ પટેલ

જૂનાગઢમાં વર્ષોથી અનોખી મિલ્ક બેંક ચાલી રહી છે

જૂનાગઢ શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી અનોખી મિલ્ક બેંક ચાલી રહી છે. ઓન્લી ઇન્ડિયનના નામથી સમગ્ર જૂનાગઢ શહેર અને જિલ્લામાં પ્રચલિત ઇન્ડિયન દ્વારા શ્રાવણ માસમાં જૂનાગઢના વિવિધ શિવાલયોમાં ફરીને ભક્તો દ્વારા ભગવાન શિવ પર કરવામાં આવતા દૂધના અભિષેકમાંથી દૂધનો કેટલોક ભાગ મિલ્ક બેંકમાં જમા કરાવીને એકત્ર કરવામાં આવે છે. આ દૂધ ગરીબ બાળકો જરૂરીયાત મંદ મહિલાઓ અને બીમાર વ્યક્તિઓ સુધી પહોંચાડીને શ્રાવણ માસમાં ઓન્લી ઈન્ડિયન અનોખી શિવભક્તિ કરી રહ્યા છે. મિલ્ક બેંક ઓફ મહાદેવ પાછલા આઠ વર્ષથી જૂનાગઢમાં કાર્યરત બની રહી છે. જેને હવે ખૂબ બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે શ્રાવણ મહિનાના પ્રત્યેક દિવસો દરમિયાન મિલ્ક બેંકમાં અંદાજિત 30 થી લઈને 40 લીટર જેટલું દૂધ એકત્ર થાય છે. હિન્દી ચલચિત્ર ઓ માઇ ગોડમાંથી પ્રેરણા મળી અને જૂનાગઢમાં શરૂ થઈ મિલ્ક બેંક ઓફ મહાદેવ.

શ્રાવણ મસમાં અનોખી શિવ ભક્તિ, જૂનાગઢમાં મિલ્ક બેંક દ્વારા શિવ આરાધના

અનોખી શિવભક્તિ

થોડા વર્ષો પહેલા ગુજરાતી કલાકાર પરેશ રાવલ દ્વારા અભિનીત ચલચિત્ર ઓહ માય ગોડ રજૂ કરવામાં આવ્યું હતું. આ ચલચિત્રમાં સમાજમાં વ્યાપેલી વિવિધ ધાર્મિક અંધશ્રદ્ધા પર ખૂબ જ કટાક્ષની સાથે ભારે પ્રહારો પણ કરવામાં આવ્યા હતા. આ ચલચિત્રમાંથી કેટલાક લોકો સારી પ્રેરણા મેળવીને વિવિધ ધાર્મિક અંધશ્રદ્ધામાંથી મુક્તિ મેળવવાનો પ્રયાસ પણ કર્યો હતો. જે ખરેખર સરાહનીય છે જૂનાગઢ શહેરમાં રહેતા અને શહેરમાં ઓન્લી ઇન્ડિયનના નામથી ઓળખાતા વ્યક્તિ એ શ્રાવણ માસ દરમિયાન જૂનાગઢના વિવિધ શિવાલયોમાંથી દૂધ એકત્ર કરીને એકત્રિત થયેલું દૂધ તેના યોગ્ય સ્થાને પહોંચાડીને શ્રાવણ માસમાં અનોખી કહી શકાય તેવી શિવભક્તિ કરી રહ્યા છે.

આ પણ વાંચો: બનાસકાંઠામાં અનોખી શિવભક્તિ, સવા લાખ શિવલિંગ બવાની પૂજા કરાઇ

આગામી દિવસોમાં મિલ્ક બેંક ઓફ મહાદેવ વર્ષળર કાર્યરત થવાની શક્યતા

ઓન્લી ઇન્ડિયન વહેલી સવારે ઉઠીને નિત્ય કરેલા વિવિધ શિવાલયોમાં તેમની મિલ્ક બેંક મૂકી આવે છે. આ મિલ્ક બેંકમાં ભગવાન શિવ પર દૂધનો અભિષેક કરવા આવતા શિવ ભક્તો તેમની ઈચ્છાથી ભગવાન શિવ પર પ્રતીકાત્મક દૂધનો અભિષેક કરી અને બાકી રહેતું દૂધ મિલ્ક બેંકમાં જમા કરાવે છે. દરરોજ 7 શિવ મંદિરોમાં આ પ્રકારની વ્યવસ્થા છેલ્લા કેટલાક વર્ષોથી ચાલતી આવે છે. દિવસ દરમિયાન અંદાજે 30થી40 લીટર જેટલું દૂધ મિલ્ક બેંકમાં એકઠું થાય છે અને મિલ્ક બેંકમાં એકઠું થયેલું દૂધ જૂનાગઢમાં રહેતા ગરીબ મજૂર કુપોષિત બાળકો સગર્ભા મહિલાઓ અશક્ત વ્યક્તિઓ તેમજ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દી સુધી પહોંચાડવામાં આવે છે મિલ્ક બેંક ઓફ મહાદેવને મળેલી સફળતા બાદ સમગ્ર વર્ષભર આ પ્રકારનું આયોજન કરવાનું ઓન્લી ઇન્ડિયન વિચારી રહ્યા છે

Last Updated : Sep 6, 2021, 3:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.