ETV Bharat / state

જૂનાગઢમાં વીજ વાયરની ચોરી કરતાં 2 વ્યક્તિની ધરપકડ કરાઈ - Junagadh news

જૂનાગઢ: જિલ્લાના કેશોદ વિસાવદર અને માળિયા પંથકમાં  વીજ વાયર કાપીને ચોરી કરતાં બે આરોપી ઝડપાયાં છે. પોલીસે બંને આરોપી પાસેથી મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જૂનાગઢમાં વીજ વાયરની ચોરી કરતાં 2 વ્યક્તિની ધરપકડ કરાઈ
author img

By

Published : Aug 10, 2019, 6:44 AM IST

જૂનાગઢમાં વિસાવદર કેશોદ અને માળિયા પંથકમાં છેલ્લાં કેટલાય સમયથી જીવંત વીજ વાયરના ચોરીની અનેક ઘટના સામે રહી આવી હતી. ત્યારે સ્થાનિક પોલીસે બાતમીના આધારે સઘન તપાસ હાથ ધરી હતી. જેમાં વેરાવળ તાલુકાના કાસમ કેસુર અને અહમદ શિકાણી નામના લોકો ચોરી કરતાં હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે બંને આરોપીની ધરપકડ કરી અંદાજે 1 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ત્યારબાદ પોલીસે ઘટનાની તપાસ કરી આગળની તજવીજ હાથ ધરી હતી.

જૂનાગઢમાં વિસાવદર કેશોદ અને માળિયા પંથકમાં છેલ્લાં કેટલાય સમયથી જીવંત વીજ વાયરના ચોરીની અનેક ઘટના સામે રહી આવી હતી. ત્યારે સ્થાનિક પોલીસે બાતમીના આધારે સઘન તપાસ હાથ ધરી હતી. જેમાં વેરાવળ તાલુકાના કાસમ કેસુર અને અહમદ શિકાણી નામના લોકો ચોરી કરતાં હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે બંને આરોપીની ધરપકડ કરી અંદાજે 1 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ત્યારબાદ પોલીસે ઘટનાની તપાસ કરી આગળની તજવીજ હાથ ધરી હતી.

Intro:ગીર સોમનાથ જિલ્લાના બે ઈસમો જૂનાગઢ જિલ્લામાંથી જીવતા વીજ વાયર ની ચોરી કરતા ઝડપાયા Body:જૂનાગઢ જિલ્લા કેશોદ વિસાવદર અને માળિયા પંથકમાં જીવંત વીજ વાયર કાપી અને તેની ચોરી કરતા કાસમ કેશુંર અને અહેમદ શિકાણીને જૂનાગઢ પોલીસે દબોચી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

જૂનાગઢ જિલ્લાના વિસાવદર કેશોદ અને માળિયા પંથકમાં છેલ્લા કેટલાક સમયથી જીવંત વીજ વાયરને ચોરીની ઘટનાઓ બહાર આવી રહી હતી જીવના જોખમે જીવંત વીજ વાયર ની ચોરી ને લઈને પોલીસ પણ અચંબામાં મુકાઈ હતી પરંતુ સતત વધી રહેલા ચોરીના બનાવને લઇને પોલીસે આ જોખમી ચોરી કરતા ચોરને પકડી પાડવા માટે સઘન તપાસ હાથ ધરી હતી ત્યારે પોલીસને મળેલી બાતમીને આધારે વેરાવળ તાલુકાના કાસમ કેસુર અને અહમદ શિકાણી ચોરી કરેલા વીજવાયરો એક છકડો રીક્ષા માં ભરીને વહેંચવા માટે આવી રહ્યા હોય તેવી બાતમી મળતાં પોલીસે સોંદરડા ગામ નજીક વોચ ગોઠવી અને જીવના જોખમે ચોરી કરતા બન્ને ચોરને પકડવા માટે તજવીજ હાથ ધરી હતી ત્યારે અહીંથી પસાર થતી એક શંકાસ્પદ છકડો રીક્ષા ને રોકતા અને તેમાં પડેલા વિજ વાયરો અંગે પુછપરછ કરતા સમગ્ર ઘટના પરથી પડદો ઊંચકાયો હતો બંને આરોપી પાસેથી અંદાજે એક લાખ કરતા વધુ ના મુદ્દામાલ ને પકડી પાડી ને પોલીસને આ જોખમી ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી સામાન્યપણે કોઈપણ અનૈતિક કામ કરવા માટે આરોપીઓને પકડાઈ જવાનો સતત ડર સતાવતો હોય છે પરંતુ વેરાવળના આં બંને શાતિ ચોરને પકડાઈ જવાનો ડર તો નહીં જ હોય પરંતુ જે વીજ વાયરો પરથી વીજળીનો પ્રવાહ પસાર થતો હોય તેવા વિજ વાયરને જીવના જોખમે કાપી અને ચોરી કરવાનો શોખ આજે ભારે પડી ગયો અને પોલીસના હાથે પકડાઈ ગયા હતાConclusion:જીવના જોખમે વીજવાયર ની ચોરી બે ઇસમોને પડી ભારે જૂનાગઢ પોલીસે મુદ્દામાલ સાથે દબોચી લીધા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.