શુક્રવારે સાંગાવાડા ગામની બે તરુણીઓ મેળો કરવા ગઇ હતી. જયાં દરીયામાં એક બહેન નાહવા પડતાં પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગઇ હતી. તેને જોઇને તેમની સાથે રહેલી બીજી બહેને પણ તેમને બચાવવાની કોશિશ કરતાં તે પણ દરીયામાં જતા ગરક થઇ ગઇ હતી. જેનો માત્ર મૃતદેહ જ મળી આવ્યો હતો. જેને 108 દ્વારા માંગરોળની સરકારી હોસ્પીટલ ખાતે ખસેડાયો હતો.
જયારે એક મહીલા હજુ પણ દરીયામાં ગુમ છે. ઘટના સ્થળે પોલીસે તેમજ ફાયર બ્રીગેડ આવી પહોંચી આગળની વધુ તપાસ હાથ ધરી છે.