જૂનાગઢઃ જિલ્લા આવેલી CHC હોસ્પિટલમાં ડૉક્ટર અને પ્યૂનને કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. જેથી આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે.
નોંંધનીય છે કે, આ પહેલા જૂનાગઢમાં એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો હતો. પરંતુ અચાનક હોસ્પિટલમાં બે કોરોના કેસ નોંધાતા જિલ્લાવાસીઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. જેના પગલે વહીવટી તંત્રએ કોરોના દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોની તપાસ હાથ ધરી છે. સાથે જ જિલ્લામાં ઘરમાં રહીનેે સાવચેત રહેવા સૂચના આપી છે.