ETV Bharat / state

ભડલી વાક્યોમાં 12 પ્રકારના વરસાદ આજે પણ જોવા મળે છે, જેથી જ કહેવાય કે બારે મેઘ ખાંગા... - વરસાદના પ્રકાર

શું તમે જાણો છો કેટલા પ્રકારના વરસાદ હોય છે? આજે અમે આપને માટે લઈને આવ્યા છે. વરસાદના પ્રકાર વિશેનો આ રસપ્રદ અહેવાલ...

વરસાદ
વરસાદ
author img

By

Published : Aug 22, 2020, 1:07 PM IST

જૂનાગઢ: આગામી બે દિવસ સુધી સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહીઓ કરવામાં આવી છે, ત્યારે આજે અમે આપના માટે લઇને આવ્યા છીએ વરસાદના પ્રકાર અંગેની માહિતીનો વિશેષ અહેવાલ. જેમાં વરસાદના 12 પ્રકાર વિશે સૌને જાણકારી મળી રહે તેવી માહિતી આજે અમે આપના સમક્ષ મૂકી રહ્યાં છીએ.

આજથી બે દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી ઓ કરવામાં આવી છે, ત્યારે શું છે આ ભારેથી અતિભારે વરસાદ? શા માટે વરસાદની આગાહીઓમાં આવા શબ્દોનો સમાવેશ કરવામાં આવ્યો છે? તેની જાણ માટે પ્રથમ વરસાદના પ્રકાર વિશે જાણકારી આપને આપી દઈએ. જ્યારે આધુનિક હવામાન અંગે કોઇ વિશેષ વ્યવસ્થાઓ જોવા મળતી ન હતી ત્યારે ભડલી વાક્યો એટલે કે લોકભોગ્ય બોલી દ્વારા વરસાદની આગાહીઓ કરવામાં આવતી હતી જેને અનુલક્ષીને વરસાદના 12 જેટલા પ્રકારો પાડવામાં આવ્યાં હતાં.

જાણો 12 પ્રકારના વરસાદ અંગે...
  1. માત્ર શરીર પરની રૂવાટીઓ ભીની થાય તેટલો વરસાદ પડે તો તેને ફરફર વરસાદ અથવા તો ઝરમર વરસાદ તરીકે ઓળખવામાં આવતો હતો.
  2. આ વરસાદ થોડો વધુ થાય અને છાંટાનું કદ થોડું મોટું થાય ત્યારે તેને છાંટા વરસાદ તરીકે ઓળખવામાં આવતો હતો.
  3. છાંટાનું કદ મોટું થતાં તેને ફોરા વરસાદ તરીકે ઓળખવામાં આવ્યો.
  4. ફોરાનુ બરફમાં રૂપાંતર થઈને જે વરસાદ પડે છે તેને કરાના વરસાદ તરીકે ઓળખવામાં આવ્યો.
  5. જે વરસાદથી ખેડૂતોની પછેડી પલળી જાય તેને પછેડી પલાળ વરસાદ તરીકે આજે પણ ઓળખવામાં આવે છે.
  6. અગાસી પરથી પાણી વહેવા માંડે તેવા વરસાદને નેવાધાર વરસાદ તરીકે આજે જોવામાં આવે છે.
  7. ચોમાસુ પાકને જરૂરી એવો ધીમીધારે વરસાદ તો વરસાદ પાણીની ધારા સ્વરૂપે વર્ષમાં મંડે તેવા વરસાદને અનરાધાર વરસાદ તરીકે ઓળખવામાં આવે છે.
  8. આ વરસાદની ગતિમાં થોડો વધારો થાય તો તેવા વરસાદને મુશળધાર વરસાદ તરીકે વર્ણવવામાં આવ્યો છે.
  9. મુશળધાર વરસાદને કારણે માટીના પથ્થરો તૂટવા માંડે ત્યારે થતાં આવા વરસાદને ઢેફાભંગ વરસાદ તરીકે ઓળખવામાં આવે છે.
  10. ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ એવા વરસાદને પાણમેઘ તરીકે ઓળખવામાં આવે છે.
  11. એક સાથે સમગ્ર વિસ્તારમાં સતત અને અવિરત પડી રહેલા વરસાદને હેલીના વરસાદ તરીકે ઓળખવામાં આવે છે.
  12. આમ ઉપરોક્ત 12 વરસાદ એકસાથે ભેગા મળીને તૂટી પડે ત્યારે આપણી દેશી ભાષામાં બારે મેઘ ખાંગા થયા તેવું આજે પણ કહેવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.