જૂનાગઢઃ 60 કિલોમીટરમાં આવતા બેમાંથી એક Tollbooth બંધ થતા વાહનચાલકોને રાહત મળશે. સંસદમાં કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નિતીન ગડકરીએ ટોલ બૂથ બંધ કરવાને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. પ્રધાન નિતીન ગડકરીએ (Nitin Gadkari)લોકસભાના સભ્ય દ્વારા પૂછવામાં આવેલા સવાલના જવાબ આપતાં જણાવ્યું હતું કે 60 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા બે ટોલ બુથ પૈકી એક ટોલ બૂથ ગેરકાયદેસર ઊભું(Illegal toll booths) ગણાશે.
ટોલ બૂથોને આગામી ત્રણ મહિનામાં બંધ કરવામાં આવશે- આવા તમામ ટોલ બૂથોને આગામી ત્રણ મહિનામાં બંધ કરવામાં આવશે તેવો નિર્ણય માર્ગ પરિવહન વિભાગ દ્વારા (Department of Road Transport)કરવામાં આવ્યો છે. આ જાહેરાતને વાહનચાલકો ખૂબ જ ઉત્સાહથી આવકારી રહ્યા છે. આગામી ત્રણ મહિનામાં 60 કિલોમીટરની ત્રિજયામાં આવેલા બે પૈકી એક Tollbooth બંધ થશે. કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નિતીન ગડકરીના આ નિર્ણય બાદ જૂનાગઢથી સોમનાથ તરફ જતા અને રાજકોટથી જૂનાગઢ તરફ આવતા બે પૈકી એક ટોલ બૂથ બંધ (Toll booth closed in Junagadh)થવાની પૂરી શક્યતાઓ છે.
આ પણ વાંચોઃ ભરૂચના સ્થાનિક વાહનચાલકો પાસેથી પણ લેવામાં આવ્યો ટોલ ટેક્સ
60 કિલોમીટરમાં આવતાં બે માંથી એક Tollbooth બંધ - જૂનાગઢથી રાજકોટ તરફ અને જૂનાગઢથી સોમનાથ તરફ આવતા કે જતા વાહનચાલકોને એક Tollboothનું ચુકવણું કરવામાંથી રાહત (Gujarat toll plaza list )મળશે. આ નિર્ણયને કારણે રાજકોટથી સોમનાથ સુધીના 200 કિલોમીટરના અંતરમાં બે ટોલબૂથ બંધ થશે। જેને કારણે પ્રત્યેક વાહન ચાલકને ઓછામાં ઓછા 150 રૂપિયાની બચત એક તરફની મુસાફરી માટે થશે. બંને તરફની મુસાફરીનો હિસાબ કરીએ તો પ્રત્યેક વાહન ચાલકને 300 રૂપિયાની આસપાસ ટોલ બૂથના ચુકવણીમાંથી રાહત મળશે. આગામી ત્રણ મહિના બાદ ચાર પૈકી બે Tollbooth બંધ થશે. જેનો સીધો ફાયદો રાજકોટ અને સોમનાથ વચ્ચે આવતાં જતાં વાહનચાલકોને ચોક્કસપણે થશે.
આ પણ વાંચોઃ બારાબંકીમાં રોડ અકસ્માત : NHAIના ઘટના માટે જવાબદાર, ટોલ પ્લાઝાના કર્મચારીઓ વિરોદ્ધ FIR નોંધાઇ