ETV Bharat / state

Shapur Water Disaster: આજે શાપુર જળ હોનારતને થયા 38 વર્ષ, 70 inch વરસાદે શાપુરને કર્યું હતું જળમગ્ન

જૂનાગઢના શાપુર (Shapur Water Disaster)માં આજથી 38 વર્ષ પહેલા જળ હોનારતની ( flood ) આફત આવી હતી. 22મી જુન 1983ના દિવસે શાપુરમાં 24 કલાક દરમિયાન 70 ઇંચ કરતા વધુ વરસાદ પડતાં ઓજત નદીમાં આવેલા ભયાનક પૂરે શાપુરને ખેદાન મેદાન કરી નાખ્યું હતુ.

આજે શાપુર જળ હોનારતને થયા 38 વર્ષ
આજે શાપુર જળ હોનારતને થયા 38 વર્ષ
author img

By

Published : Jun 22, 2021, 7:24 AM IST

Updated : Jun 22, 2021, 9:44 AM IST

  • આજે શાપુર હોનારતની 38મી વરસી
  • 24 કલાક દરમિયાન 70 ઇંચ કરતા વધુ વરસાદ
  • ઓજત નદીમાં ( ojat river ) આવેલા ભયાનક પૂરે શાપુરને ખેદાન મેદાન કરી નાખ્યું

જૂનાગઢ: આજે શાપુર હોનારત (Shapur Water Disaster)ને આજે 38 વર્ષ પુરા થયા છે. 22મી જુન 1983ના દિવસે શાપુરમાં 24 કલાક દરમિયાન 70 ઇંચ કરતા વધુ વરસાદ પડતાં ઓજત નદીમાં આવેલા ભયાનક પૂરે શાપુરને ખેદાન મેદાન કરી નાખ્યું હતુ. હજારો પશુઓની સાથે અનેક માનવ જિંદગી પૂરમાં તબાહ થતી જોવા મળી હતી. આજે 38 વર્ષ બાદ પણ શાપુર હોનારતને નજરે જોનારા લોકો હોનારતની ભયાનકતા અને હોનારતના નુકસાનને આંખ સમક્ષ તરવરતું જોઈને ગમગીન બની જાય છે.

1983માં ૨૨મી જૂનના દિવસે શાપુર પર વરસાદી આફત ત્રાટકી હતી

આજે 38 વર્ષ બાદ શાપુર વાસીઓ હોનારતને ( flood )લઈને ગમગીન બની જાય છે. 24 કલાકમાં ભારે વરસાદે શાપુરને ખેદાન મેદાન કરીને હજારો પશુઓ અને અનેક માનવ જિંદગીનો ભોગ લીધો હતો.

હોનારતને યાદ કરીને શાપુર વાસીઓ ગમગીન બનતા જોવા મળે છે

22મી જૂનનો દિવસ શાપુર વાસીઓ માટે ખુબ જ વિકટ અને કપરો આજે પણ માનવામાં આવી રહ્યો છે. 22મી જૂનના દિવસે પડેલા ભયાનક વરસાદ બાદ આવેલા જળ પ્રલયે શાપુરને ખેદાન મેદાન કરી નાખ્યું હતુ. જળ પ્રલયમાં હજારોની સંખ્યામાં મૂંગા પશુઓ અને અનેક માનવ જિંદગી ધસમસતા પાણીના પ્રવાહમાં તણાતી જોવા મળતી હતી. આ દ્રશ્યો આજે 38 વર્ષ બાદ પણ જળ પ્રલયને નજરે જોનારા વ્યક્તિઓ યાદ કરીને ગમગીન બની જાય છે.

આ પણ વાંચો: સુરતમાં ભારે વરસાદના પગલે ઓલપાડનું સાયણ ગામ બેટમાં ફેરવાયું, જુઓ વીડિયો

એક જ દિવસમાં પડેલા 70 inch વરસાદે શાપુરને કર્યું હતું ખેદાન-મેદાન

વર્ષ 1983ની 22મી જૂનના દિવસે શાપુરમાં પડેલા ભારે વરસાદને કારણે સમગ્ર શાપુર ગામ જાણે કે નદીનો ધસમસતો પ્રવાહ બની ગયો હોય તેવા દ્રશ્યોનું વર્ણન જે તે સમયે શાપુર હોનારતને નજરે જોનારા લોકોએ ETV bharat સમક્ષ પોતાની મનોવ્યથા વ્યક્તિ કરી હતી. 24 કલાકમાં પડેલા ભારે વરસાદે શાપુરના મોટા ભાગના ઘરો જળમગ્ન બની ગયેલા જોવા મળતા હતા. લોકો પોતાનો જીવ બચાવવા ખુબજ સંઘર્ષ કરતા હતા, પરંતુ કાચા અને નળિયાવાળા મકાનો હોવાને કારણે ધસમસતા પાણીના પ્રવાહમાં શાપર વાસીઓનો જીવ પાણી પર તરતો જોવા મળતો હતો. હજારોની સંખ્યામાં પશુધન પૂરમાં તબાહ થયું હતું. અનેક લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો હતો. આજે આ વસમી તારીખને 38 વર્ષ થયા.

આ પણ વાંચો: મધ્ય નેપાળમાં પૂરના કચરાના કારણે ડઝનેક લોકો ગુમ

શાપુર હોનારતને લઈને વડાપ્રધાન ઇંદિરા ગાંધીએ પણ લીધી હતી શાપુરની મુલાકાત

શાપુર હોનારતની ભયાનકતને ધ્યાને લઈને જે તે સમયના ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ પણ તાકીદે શાપુરની મુલાકાત કરી હતી અને રાહત તેમજ બચાવ કામગીરીનું જાત નિરીક્ષણ કરીને તાકીદે જાન અને માલનું જે નુકસાન શાપુર વાસીઓને થયું હતું તેનું વળતર ચુકવવાની જિલ્લા વહીવટીતંત્રને આદેશ પણ કર્યો હતો. ઇન્દિરા ગાંધીના શાપુર મુલાકાતને લઇને પૂર પીડિતોને ન્યાય મળવાની આશા બંધાઈ હતી અને થોડા જ સમયમાં પશુધનથી લઈને જાનમાલના નુકસાનનું વળતર આપવામાં આપ્યું હતુ.

આજે શાપુર જળ હોનારતને થયા 38 વર્ષ

હોનારત બાદ શાપુર ગણતરીના દિવસોમાં મુખ્ય ધારામાં શામેલ થયું હતુ

22 જૂનના દિવસે પડેલા અતિભારે વરસાદે શાપુરને ખુબજ નુકસાન કર્યું હતુ. આવી પરિસ્થિતિમાં શાપુરને ફરી એક વખત મુખ્ય ધારામાં શામેલ કરવા માટે સરકાર અને સામાજિક સંગઠનોએ પણ ખુબ જ જુસ્સાભેર કામ કર્યું હતુ. હોનારતના 24 કલાક બાદ શાપુર ગામમાં વીજળીનો પ્રવાહ પૂર્વવત્ કરી દેવામાં આપ્યો હતો. સામાજિક અને સરકારી સંગઠનો દ્વારા જળ પ્રલય બાદ કોઈ મહામારી ન ફેલાઈ તે માટે સફાઈ અભિયાન પણ શરૂ કરીને શાપુરને ફરી એક વખત મુખ્ય ધારામાં શામેલ કરવામાં ખૂબ સારી કામગીરી કરી હતી. જળ હોનારતને કારણે મોટાભાગના ઘરોમાં અનાજ અને ખોરાકની ખૂબ નુકસાન થવા પામી હતી, પરંતુ સરકારના પ્રયાસોને કારણે લોકોને ઘર બેઠા ભોજનની વ્યવસ્થા પણ કરાવવામાં આવી હતી.

Last Updated : Jun 22, 2021, 9:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.