ETV Bharat / state

world music day: સુર અને સ્વરના સાધકો માટે આજે છે વિશ્વ સંગીત દિવસ - music day

આજે 21 જૂનના દિવસે સમગ્ર વિશ્વમાં સંગીત દિવસની ( world music day ) ઉજવણી કરવામાં આવી રહી છે. દર વર્ષની 21મી જૂનના દિવસે પ્રત્યેક સંગીત પ્રેમી વ્યક્તિ અને સંગીતની સાધના કરતો કલાકાર વિશ્વની કોઈપણ જગ્યાએ સંગીતના સૂર રેલાવીને પોતાની કલા અને સાધનાને કોઈપણ પ્રકારની અડચણ કે રોકટોક વિના વ્યક્ત કે ઉજાગર કરી શકે તેવા ઉમદા ઉદેશ્ય સાથે 21 જૂનના દિવસે સમગ્ર વિશ્વમાં સંગીત દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી ત્યારથી ઉજવણી થતી આવી છે, ત્યારે જૂનાગઢના પણ સંગીત દિવસની ઉજવણી નાણાવટી બ્રધર્સ દ્વારા કરવામાં આવી રહી છે.

world music day
world music day
author img

By

Published : Jun 21, 2021, 8:28 AM IST

Updated : Jun 21, 2021, 9:26 AM IST

  • જૂનાગઢમાં નાણાવટી બ્રધર્સે કરી વિશ્વ સંગીત દિવસની ( world music day ) ઉજવણી
  • વર્ષા ઋતુ આધારિત રાગ અને સુરને સંગીતમાં ઢાળીને કરાઈ સંગીત દિવસની ઉજવણી
  • સંગીત તન મનની સાથે રોમે રોમમાં રોમાન્સ ઉભો કરવાનું એક માત્ર માધ્યમ

જૂનાગઢ: આજે 21 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં સંગીત દિવસની( world music day ) ઉજવણી કરવામાં આવી રહી છે. સુરના સાધકો માટે આજનો દિવસ સમગ્ર વિશ્વમાં સંગીત દિવસ તરીકે યાદ રાખવામાં આવે છે. તેની ઉજવણી પર ચોક્કસ પ્રકારે થતી હોય છે, ત્યારે વિશ્વ સંગીત દિવસ નિમિત્તે જૂનાગઢના નાણાવટી બ્રધર્સ ( Nanavati brothers ) પણ સુર સાધનાને લઈને વિશેષ નામના અને ખ્યાતિ ધરાવે છે. આજે વિશ્વ સંગીત દિવસ નિમિત્તે વર્ષાઋતુને લઈને સંગીત દ્વારા તેના વધામણાં કરીને અનોખી રીતે વિશ્વ સંગીત દિવસની ઉજવણી કરી હતી.

21મી જૂનના દિવસે સમગ્ર વિશ્વમાં સંગીત દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી

આજે સમગ્ર વિશ્વમાં સંગીત દિવસને( world music day ) ઉજવણી કરવામાં આવી રહી છે. દર વર્ષની 21મી જૂનના દિવસે પ્રત્યેક સંગીત પ્રેમી વ્યક્તિ અને સંગીતની સાધના કરતો કલાકાર વિશ્વની કોઈપણ જગ્યાએ સંગીતના સૂર રેલાવીને પોતાની કલા અને સાધનાને કોઈપણ પ્રકારની અડચણ કે રોકટોક વિના વ્યક્ત કે ઉજાગર કરી શકે તેવા ઉમદા ઉદેશ્ય સાથે 21મી જૂનના દિવસે સમગ્ર વિશ્વમાં સંગીત દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારથી ઉજવણી થતી આવી છે, ત્યારે જૂનાગઢમાં નાણાવટી બ્રધર્સ દ્વારા સંગીત દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જે સંગીત ક્ષેત્રે ખૂબ મોટું નામ ધરાવે છે અને સંગીતની સાધના થકી નાણાવટી બ્રધર્સ આજે સંગીતને નવા સીમાડાઓ સુધી પહોંચાડવા માટેની એક ઉમદા કોશિશ કરી રહ્યું છે. તે કોશિશના ભાગરૂપે આજે વિશ્વ સંગીત દિવસ નિમિત્તે તેમણે પણ પોતાની રીતે સંગીત દિવસની ઉજવણી કરી હતી.

સમગ્ર વિશ્વમાં સંગીતને દવા અને જાદુ તરીકે પણ ઓળખવામાં આવે છે

સંગીત એક એવું માધ્યમ કે જે કોઈને ડોલતુ કરી મૂકે એટલે જ સંગીતને દવા ની સાથે જાદુ તરીકે પણ ઓળખવામાં આવે છે વર્ષો પહેલા મ્યુઝિક થેરાપી દ્વારા હઠીલા રોગોની સારવાર પણ કરવામાં આવતી હતી સાથે સાથે મ્યુઝિક ને જાદુ તરીકે પણ ઓળખવામાં આવે છે કેટલાક કિસ્સાઓમાં સંગીત આજે પણ કારગર સાબિત થઇ રહ્યું છે તેને જાદુથી જરા પણ નીચું માનવામાં આવતું નથી કોરોના સંક્રમણ કાળમાં પણ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને તેમના વોર્ડ માં સમયાંતરે સંગીત દ્વારા મનોરંજન પૂરું પાડવામાં આવતું હતું કોરોના જેવા સંકટ ભર્યા સમયમાં સારવાર લઈ રહેલા દર્દીઓને માનસિક સ્થિરતા માટે સંગીત ખૂબ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે ત્યારે આજે વિશ્વ સંગીત દિવસ નિમિત્તે સૂર અને તાલ ના સાધકોને આજે સંગીત દિવસની ( world music day ) વિશેષ ઉજવણી કરવાની તક પ્રાપ્ત થઇ રહી છે.

આ પણ વાંચો: વિશ્વ સંગીત દિવસ પર ગાયકોએ લોકડાઉન દરમિયાનના તેમના અનુભવ શેર કર્યા

ભારતીય સંગીતને ( Indian music )ઋતુ આધારિત સંગીત પણ માનવામાં આવે છે

ભારતમાં સંગીતના ( Indian music )અનેક પ્રકારો ઋતુ આધારિત પણ જોવા મળે છે. સંગીતના રાગ અને તાલ પ્રત્યેક ઋતુમાં અલગ-અલગ જોવા મળે છે. એનાથી પણ આગળ કહીએ તો ભારતના સંગીત ઇતિહાસમાં ઋતુને સંગીત વડે વ્યક્ત કરવાની એક માત્ર કલા ભારતના સંગીત સાહિત્યમાં આજે પણ જોવા મળે છે. ભારતના સાહિત્યકારો અને સંગીતકારોએ ઋતુ આધારિત સુર અને સંગીતનો સમન્વય સાધીને સંગીતની અનોખી રીતે સાધના કરી શકે. એનું એક માત્ર ઉદાહરણ સમગ્ર વિશ્વમાં ભારત સિવાય અન્ય દેશોમાં શોધવું ખૂબ જ મુશ્કેલ છે. ઋતુ સાથે જોડીને સૂર અને તાલના સુમેળભર્યા સમન્વય થકી ઉત્તમ પ્રકારના સંગીતની રચના ભારતના કલાકારોએ કરી છે અને તેનું જીવતું જાગતું ઉદાહરણ જૂનાગઢના આ નાણાવટી બ્રધર્સ કે જે વર્ષોથી ઋતુ આધારિત સૂર અને તાલ સાથે બેસાડીને સંગીતની સાધના કરતા જોવા મળી રહ્યા છે.

સંગીત એ માણસના જીવન સાથે જોડાયેલું છે

વિશ્વ સંગીત દિવસ ઉજવણીની શરૂઆત તારીખ 21મી જૂન 1982થી કરવામાં આવી છે, ત્યારથી આ વિશ્વ સંગીત દિવસની ઉજવણી થાય છે. સાત સ્વરોની રચના જે સા.રે.ગ.મ.પ.ધ.ની તરીકે ઓળખાય છે. રંગમંચલક્ષી અને ફિલ્મી કલાઓના મુખ્ય ત્રણ અંગ સંગીત, નાટય અને નૃત્ય પણ જોવાની ખુબી એ છે કે, નાટક ફીલ્મ અને નૃત્યને પણ સંગીત સમૃધ્ધ કરી શકે છે. સંગીત એ માણસના જીવન સાથે જોડાયેલું છે.

લોકડાઉન દરમિયાન ખુબ જ મોટી સંખ્યામાં લોકોએ સંગીતનો સહારો લીધો

કોરોના વાઇરસમે લઇને લોકડાઉન દરમિયાન ખુબ જ મોટી સંખ્યામાં લોકોએ સંગીતનો સહારો લઇ સંગીતની મજા માણતા હતા. મનની શાંતી પણ મેળવી છે. હવે તો કોઇપણ વ્યક્તિ સંગીતનો સહારો લઇ શકે છે અને મોર્ડન મ્યુઝીકમાં મ્યુઝીકના ટ્રેક (કરાઓકે)નું ચલણ પણ ખૂબ વધી ગયુ છે. જેમાં વોઇસ નથી હોતો પણ એ ગીતનું ઓરીજીનલ જેવુ જ મ્યુઝીક હોય છેે. જેથી ગાયક તેના સહારે પોતાની પસંદગીના મ્યુઝીક ટ્રેક (કરાઓકે) પસંદ કરી પસંદગીનું ગીત ગાઇ શકે છે.

આ પણ વાંચો: વર્લ્ડ મ્યુઝિક ડે: વર્ચુઅલ કૉન્સર્ટમાં સામેલ થશે પાપોન, ફંડથી અમ્ફાન પીડિતની મદદ કરાશે

ગત 21 જૂનના રોજ અનેક ગાયકોએ તેમના અનુભવ શેર કર્યા હતા

પાપોન, ધ્વનિ ભાનુશાળી અને જસબીર જસ્સી જેવા સિંગર લોકડાઉનના ટેન્શનથી દુર રહેવા માટે સંગીતનો ઉપયોગ કરી રહ્યા છે. આ સમયગાળાએ તેમને જીવન સાથે સંકળાયેલા કેટલાક પાઠ પણ શીખવ્યા છે, જે હંમેશા તેમની સાથે રહેશે. 21 જૂનના રોજ વિશ્વ સંગીત દિવસ નિમિત્તે ગાયકોએ તેમના અનુભવ શેર કર્યા હતા.

લોકડાઉન દરમિયાન બધા સૌથી મોટો સબક પ્રકૃતિ માતાનો આદર કરવાનો શીખ્યા

પાપોન ( papon )એ IANSને કહ્યું કે, "મને લાગે છે કે, આપણે લોકડાઉન દરમિયાન બધાએ જે સૌથી મોટો સબક શીખ્યા છીએ તે હંમેશાં પ્રકૃતિ માતાનો આદર કરવાનો છે. આપણે શીખવું જોઇએ કે, ક્યારેક આપણે થોભવુ જોઈએ.

લોકડાઉનમાં સર્જનાત્મકતા વધારવાની તક મળી: સિંગર જસબીર જસ્સી

સિંગર જસબીર જસ્સી ( jasbir singh )એ શેર કરતાં કહ્યું, "કોવિડ -19 ( covid 19 ) એ અર્થવ્યવસ્થા ( economy )અને કામ સંબંધિત વસ્તુઓ પર અસર કરી હશે, પરંતુ તે સર્જનાત્મકતાની દ્રષ્ટિએ નથી. જે ​​લોકો ફક્ત પૈસા માટે કામ કરે છે, તેઓ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. પરંતુ તે ચોક્કસ છે કે, લોકડાઉનમાં તમારી સર્જનાત્મકતા વધારવાની તક મળી છે. "

લોકડાઉનનો સમય બધાને પ્રેમ કરવાનો અને આપણી સંભાળ લેવાનો હતો

ધ્વનિ ભાનુશાળી ( dhvani bhanushali )ને લાગે છે કે, લોકડાઉનનો ( lockdown ) સમય બધાને પ્રેમ કરવાનો અને આપણી સંભાળ લેવાનો છે. તેમણે કહ્યું કે, "સામાન્ય જીવનમાં આપણે એટલા વ્યસ્ત થઈ ગયા છીએ કે, કેટલીકવાર આપણે આપણી જાતનું ધ્યાન રાખતા નથી."

પરિવાર અને સંગીત સાથે વધુને વધુ સમય વીતાવવાની તક મળી

શિલ્પા રાવે ( shilpa rav )કહ્યું કે, "હું મારા પરિવાર અને સંગીત સાથે વધુને વધુ સમય વિતાવી રહી છું. હું તેના માટે આભારી છું કે, મને ઘરે તેમની સાથે સંગીત શેર કરવાની તક મળી છે. આ ઉપરાંત, હું રસોઈ બનાવું છું. હું બાગમાં વૃક્ષારોપણ કરું છું.

Last Updated : Jun 21, 2021, 9:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.