આજે અંગારકી ચોથ : યુવક-યુવતીની કુંડળીમાં મંગળદોષ હોય તો આ દિવસ છે મહત્વનો - ganesh
આજે વિઘ્નહર્તા દેવ ગણેશની અંગારકી ચોથ મનાવવામાં આવી રહી છે. હિન્દુ ધર્મમાં સર્વ પ્રથમ દેવ તરીકે ગણેશને પૂજવામાં આવે છે. આજના દિવસે શિવ પુત્ર ગણેશની પૂજા કરવાથી ખૂબ વિશેષ ફળ મળતું હોય છે ગણેશની દુર્વા પૂજાને લઈને પણ વિશેષ ધર્મ ગ્રંથોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હિંદુ પરિવારોમાં અંગારકી ચોથ નુ ખૂબ જ મહત્વ આંકવામાં આવ્યું છે
- આજે વિઘ્નહર્તા દેવ ગણેશને સમર્પિત અંગારકી ચોથની તિથિ
- આજના દિવસે ગણપતિ મહારાજનું પૂજન કરવાથી ખૂબ ઉમદા ફળ
- હિન્દુ ધર્મગ્રંથોમાં શિવ પુત્ર ગણેશની દુર્વા સાથે પૂજા કરવાનું પણ છે મહત્વ
જૂનાગઢ: આજે હિન્દુ પંચાંગ તિથિ મુજબ અંગારકી ચોથની તિથિ મનાવવામાં આવી રહી છે. આજના દિવસે ગણપતિ મહારાજની પૂજા અર્ચના સેવાપૂજા અને દર્શન કરવા માત્રથી મનવાંછિત ફળ મળતું હોવાની આપણી ધાર્મિક પરંપરા અને માન્યતા મુજબ હિદુ પંચાગ તિથિ મુજબ આવતી અંગારકી ચોથનું હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ આંકવામાં આવ્યું છે. શિવ પુત્ર ગણેશને વિઘ્નહર્તા દેવ તરીકે પણ પુજવામાં આવે છે, ત્યારે ગણપતિ મહારાજમાં આસ્થા અને વિશ્વાસ ધરાવતા પ્રત્યેક સેવાભાવી ભાવિકો આજના દિવસે ગણપતિ મહારાજના દર્શન કરવાનું અચૂક પણે ગણેશ મંદિરમાં જાય છે અને વિઘ્નહર્તા દેવ સમક્ષ તેમના પરિવારની સાથે સમગ્ર સૃષ્ટિ પર આવેલા વિઘ્નો દૂર થાય તે માટે આજના દિવસે પ્રાર્થના પૂજા અર્ચના અને દર્શન કરતા હોય છે. આજના દર્શનને હિન્દુ ધર્મગ્રંથોમાં પણ ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો: જામનગરમાં વિઘ્નહર્તા પંડાલમાં નહીં પણ લોકોના ઘરે બિરાજમાન થયા
અંગારકી ચોથનું મહત્વ
આજના દિવસે કોઇપણ વ્યક્તિની જન્મકુંડળીમાં મંગળદોષ જોવા મળતો હોય જેને કારણે સાંસારિક અને પારિવારિક જીવનમાં વિવાહનો વિલંબ થતો હોય તેવા જાતકોએ અંગારકી ચોથના દિવસે ગણપતિ મહારાજની ખાસ ઉપાસના કરવાનું હિન્દુ ધર્મ ગ્રંથોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગણપતિ મહારાજના દર્શન કરવાથી મંગળ ધારક કોઈ પણ વ્યક્તિના જીવનમાં શુભ પ્રસંગનું સર્જન થતું હોય છે. જેના કારણે અંગારકી ચોથનું મહત્વ જન્મકુંડળીમાં મંગળ ગ્રહ દોષ હોય એવા વ્યક્તિ માટે ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે.
આ પણ વાંચો: વાસણના ગણપતિઃ બનાસકાંઠાના કાણોદરમાં ત્રણ વર્ષીય બાળકીએ વાસણમાંથી બનાવ્યાં ગણપતિ
આજના દિવસે દુર્વા સાથે ગણપતિના પૂજનની છે પણ ધાર્મિક માન્યતા
અંગારકી ચોથના દિવસે ગણપતિ મહારાજના દર્શન કરવાની સાથે જો પ્રત્યેક ભાવિકો ભક્તો અને ગણપતિના ઉપાસકો શિવ પુત્ર ગણેશની દૂર્વા સાથે પૂજા કરે તો તેને વિશેષ ફળ મળતું હોય છે. જેનો હિન્દુ ધર્મગ્રંથોમાં વિઘ્નહર્તા દેવની દુર્વા પૂજાને પણ ખુબ જ મહત્વ આપવામાં આવ્યું છે. વધુમાં કોઈપણ જાતકોની જન્મકુંડળીમાં અંગારક યોગ બનતો હોય છે અથવા તો જોવા મળતો હોય છે. તેવા લોકોએ અંગારકી ચોથના દિવસે મંગળ દેવની ઉપાસના કરીને તેનો ધાર્મિક વિધિ વિધાન સાથે પૂજન કર્યા બાદ મંગળનું દાન કરવામાં આવે તો આવા જાતકોને પણ ખૂબ જ શુભ ફળ પ્રાપ્ત થતું હોય છે.