જૂનાગઢના વંથલીમાં સહી પોષણ દેશ રોશન નામનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા પ્રધાનમંત્રીના આહવાનને ચરિતાર્થ કરવા તથા સુપોષિત ગુજરાતના સંવેદનશીલ લક્ષ્યને હાંસલ કરવા સંકલિત બાળ વિકાસ સેવા યોજના, મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા પોષણ કર્મયોગીઓમાં સુપોષણ અંગે સંવેદના કેળવવા, તેમજ જુદી-જુદી યોજનાઓના લાભાર્થીઓને પોષણ કીટ વિતરણ માટે “સુપોષણ ચિંતન સમારોહ” તથા સતત સેવારત રહેતી આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને સાડી વિતરણ સમારોહને વંથલી માર્કેટીંગ યાર્ડનાં સભામંડપ ખાતે યોજવામાં આવ્યો હતો.
આ તકે જીલ્લા વિકાસ અધિકારી પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અમલમાં મુકવામાં આવેલી યોજના થકી બાળકોની તંદુરસ્તીની ચિંતા કરતા પોષણ યોજના અમલમાં મૂકી હતી. જેથી દરેક ગામોમાં કુપોષણને જડ મુળથી નાબુદ કરવા ઉપસ્થિત આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોને “સહિ પોષણ – દેશ રોશન” ના સંકલ્પ સાથે આગળ વધવા જણાવ્યું હતું.