ગુરૂવારના રોજ લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ભાજપનો ઐતિહાસિક વિજય થયો હતો. જેની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવી હતી. ત્યારે મૂળ જૂનાગઢના વતની અને છેલ્લા કેટલાક વર્ષોથી ઑસ્ટ્રેલિયામાં સ્થાઈ થયેલા ગુજરાતી પરિવારો દ્વારા ભાજપના વિજયની ઉજવણી કરવામાં આવી હતી. પરિણામો બાદ કેટલાક અમેરિકા, પાકિસ્તાન, રસિયા, ઈઝરાઈલ, ચાઈના સહિતના દેશોના રાષ્ટ્ર પ્રમુખ અને વડાપ્રધાનો દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવવામાં આવ્યું હતું ત્યારે વિજયને વધાવવા ગુજરાતી કેમ પાછળ રહે તેને ધ્યાને રાખીને ઑસ્ટ્રેલિયામાં વસતા જૂનાગઢના લોકો દ્વારા વિજય ઉત્સવ મનાવ્યો હતો.
સાત સમુદ્ર પાર ગુજરાતીઓએ ભાજપના વિજયની કરી ઉજવણી - jnd
જૂનાગઢઃ ભાજપના ઐતિહાસિક વિજયનો સમગ્ર દેશ ભરમા ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મૂળ જૂનાગઢના અને હાલ ઑસ્ટ્રેલિયામાં સ્થાઈ થયેલા ગુજરાતીઓ દ્વારા ચૂંટણીના પરિણામો આવતા વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો.